આહવાની દીપદર્શન સ્કૂલના વિઘાર્થીઓએ ગીર ફાઉન્ડેશન આયોજિત પ્રકૃતિ શિક્ષણ શિબિરમાં ભાગ લીધો 

0
23

આહવાઃ વિઘાર્થીઓમાં વન, અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ કેળવાય તથા નવી પેઢી વન, પર્યાવરણના જતન અને સંવર્ધન બાબતે જાગૃત થાય તે માટે ગીર ફાઉન્ડેશન દ્વારા પ્રતિવર્ષ શાળાકક્ષા સહિત તાલુકા અને જિલ્લાકક્ષાએ સ્પર્ધાઓ યોજીને, યુવા ઇકો એમ્બેસેડરની પસંદગી કરવામાં આવે છે. આ સ્પર્ધામાં આહવાની દીપદર્શન સ્કૂલના વિઘાર્થીઓ છેલ્લા ધણા વર્ષોથી સ્પર્ધામાં સફળ થઇને ઇકો એમ્બેસેડર તરીકે ડાંગ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરે છે. ઇકો ક્લબ ધરાવતી આવી શાળાઓને વધુ પ્રોત્સાહિત કરી શકાય તે હેતુસર આ વર્ષે ભારત સરકારના વન પર્યાવરણ અને જળવાયુ પરિવર્તન મંત્રાલય તરફથી ગાંધીનગર ખાતે ખાસ પ્રકૃતિ શિક્ષણ શિબિરનું આયોજન કરાયુ હતું. જેમાં દીપદર્શન સ્કૂલના ૪૬ વિઘાર્થીઓ સહિત શાળા આચાર્યા સીસ્ટર સુહાસીની પરમાર, અને ત્રણ શિક્ષકો સર્વ સીસ્ટર મિખાયેલમ્મા અરૂલદાસ, અવિનાશ પરમાર, અને પ્રકાશ ગામીતે તાજેતરમાં આ શિબિરમાં ભાગ લીધો હતો. ગાંધીનગર ખાતે અરણ્ય ઉઘાન, અને ઇન્દ્રોડા પાર્કની મુલાકાત દરમિયાન મહાનુભાવો દ્વારા ગુજરાતની ભૌગોલિક પરિસ્થિતિ, જૈવ વિવિધતા વિગેરેનો પરિચય અપાયો હતો. જ્યારે નળાબેટ (ભારત-પાકિસ્તાન ૦ લાઇન બૉર્ડર) ખાતે બી.એસ.એફ.જવાનોની મુલાકાત વેળા, તેમની હિમ્મત, અને દેશસેવા જોઇને વિઘાર્થીઓ પણ પ્રેરીત થયા હતા. કચ્છના રણમાં વિવિધ પક્ષીઓ, અને પ્રાણીઓની વિગતો મેળવ્યા બાદ, શિબિરની ફળશ્રૃતિરૂપે વિઘાર્થીઓએ વન પર્યાવરણનું જતન, અને સંવર્ધનનો સંકલ્પ લીધો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY