કરજણ ડેમમાંથી 1100 ક્યુસેક પાણી છોડાતા ભક્તો પૂનમે નર્મદા સ્નાન કરી શકશે

0
75

ભક્તો અને સાધુ સંતોની માંગને ધ્યાન પર લઈ રાજ્ય સરકારે કરજણ વિભાગ ને સૂચના આપતા કરજણ ડેમ માંથી છોડાયેલું પાણી પૂનમના દિવસે નર્મદા ને મળશે

રાજપીપળા:
આવનારી પૂનમ માં નર્મદા સ્નાન નો લ્હાવો લેવા ભક્તો અને સાધુ સંતો ની માંગને ધ્યાને રાખી રાજ્ય સરકારે હુકમ કરતા આજે કરજણ ડેમ માંથી અગિયારસો ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું.

આવતા મંગળવારે પૂનમ હોય ત્યારે ભાવિક ભક્તો અને સાધુ સંતો માં પૂનમ ના દિવસે નર્મદા સ્નાન નો મહિમા વધુ હોય હાલ નર્મદા માં પાણીની કટોકટી હોવાના કારણે નર્મદા સ્નાન શક્ય ન હોવાના કારણે ભક્તો અને સંતોની માંગણી ને ધ્યાને રાખી રાજ્ય સરકારે સૂચના આપતા કરજણ વિભાગે કરજણ ડેમ માંથી પૂનમ ના બે ત્રણ દિવસ પેહલા કરજણ નદીમાં પાણી છોડવા ની શરૂઆત કરી હતી જેમાં આજે સવારે 10 વાગે 500 ક્યુસેક પાણી છોડ્યા બાદ બપોર સુધીમાં પાંચ નંબર નો ગેટ ખોલી કુલ 1100 ક્યુસેક પાણી કરજણ નદીમાં છોડવામાં આવ્યું હતું 

હાલમાં નર્મદા બંધ માં પાણીની ગંભીર કટોકટી સર્જાઈ છે ત્યારે કરજણ ડેમ આજે પણ પાણી બાબતે સક્ષમ હોય તેમાં પાણી હોવાના કારણે રાજ્ય સરકારે આપેલી સૂચના મુજબ આજે પાણી છોડવામાં આવ્યું હતું ત્યારે આ પાણી આવનારી પૂનમ સુધીના નર્મદા નદીમાં મળી જશે જેથી ભક્તો અને સાધુ સંતો નો પૂનમના દિવસે નર્મદા સ્નાન નો મહિમા પૂર્ણ થશે 

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY