ફિલ્મ તખ્ત નક્કર ઐતિહાસિક ઘટના પર આધારિત કથા ધરાવે છે : કરણ જાહર

0
36

મુંબઈ,તા.૧૮
માતબર ફિલ્મ સર્જક કરણ જાહરે કહ્યું હતું કે મારી ફિલ્મ તખ્ત નક્કર ઐતિહાસિક ઘટના પર આધારિત કથા ધરાવે છે. અમે તથ્યોમાં કલ્પના ભેળવવાનો પ્રયાસ કર્યો નથી.
કરણની સુપરહિટ ફિલ્મ કુછ કુછ હોતા હૈની વીસમી જયંતી પ્રસંગે મિડિયા સાથે વાત કરતાં કરણને એવો સવાલ કરવામાં આવ્યો હતો કે તમારી ફિલ્મ સાથે પદ્માવત જેવું તો નહીં થાય ને ? ત્યારે કરણે જવાબ આપતાં કહ્યું કે અમે ફક્ત ઐતિહાસિક ઘટનાને વળગી રહ્યા છીએ. નક્કર ઐતિહાસિક તથ્યો પર આ ફિલ્મની સ્ક્રીપ્ટ તૈયાર કરાવી છે. એમાં એક ટકો પણ કલ્પના ઉમેરી નથી એટલે અમને કોઇ વિવાદ થવાની શકયતા દેખાતી નથી. જે ઇતિહાસમાં છે અને જગજાહેર છે એવી હકીકતોને અમે વળગી રહ્યા છીએ.’
તેણે કહ્યું કે અત્યાર અગાઉ ઘણી ફિલ્મોમાં સત્ય અને કલ્પના બંનેનો સમન્વય કરાયો હતો અને ફિલ્મો બની હતી. એવા હું તમને અસંખ્ય દાખલા આપી શકું. પરંતુ અમે તો છેલ્લી કેટલીય પેઢી ઇતિહાસની ઘટના તરીકે જે પ્રસંગ ભણી ચૂકી છે અને જે પ્રસંગ જગજાહેર છે એેવી કથાને મહ¥વ આપ્યું છે. ઔરંગઝેબ અને એના ભાઇ દારા શિકોહ વચ્ચેના સંબંધો અને તથ્યોને અમે સ્ક્રીપ્ટમાં વણી લીધાં છે. ઇતિહાસનાં પુસ્તકોમાં જે લખાયું છે એને અમે વળગી રહ્યા છીએ. અમારા તરફથી એક શબ્દ પણ એમાં ઉમેરો કર્યો નથી. ઘટનાના ગૌરવને અમે જરાય હાનિ પહોંચવા દીધી નથી. ઘટનાનું ગૌરવ યથાવત્ જાળવી રાખ્યું છે.
કરણ જાહર પહેલીવાર કોઇ ઐતિહાસિક ફિલ્મ બનાવી રહ્યા છે. અત્યાર અગાઉ એણે કોઇ ઐતિહાસિક વિષયને સ્પર્શ કર્યો નહોતો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY