પાકિસ્તાનમાં કોહલી સૌથી લોકપ્રિય ક્રિકેટર : યૂનિસ ખાન

0
7

કરાંચી,તા.૩
પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન યૂનિસ ખાને કહ્યુ કે, વિરાટ કોલહી ઉભરતા પાકિસ્તાની ક્રિકેટરો માટે આદર્શ છે અને તે ભારતીય કેપ્ટનની શૈલી અને હાવ-ભાવને અપનાવવા ઈચ્છે છે. યૂનિસ ખાને ઈન્ડિયા ટુડેના કાર્યક્રમ ‘સલામ ક્રિકેટ ૨૦૧૯’માં કહ્યુ, વિરાટ કોહલીને પાકિસ્તાની ખુબ પસંદ કરે છે. આજ ઘણા પાકિસ્તાની ખેલાડી તેની જેમ બનવા ઈચ્છએ છે. તેના જેવી ફિટનેસ અને હાવભાવ ઈચ્છે છે.
યૂનિસ ખાને કહ્યુ કે, ક્રિકેટ વિશ્વ કપ ૨૦૧૯માં કોહલી ભારતની સફળતાની ચાવી હશે. તેણે કહ્યુ, તે એશિયા કપમાં ન રમ્યો તો સ્ટેડિયમ ખાલી રહ્યાં હતા. તે વિશ્વકપમાં ભારત માટે મોટો ખેલાડી છે. ક્રિકેટ વિશ્વ કપ ૨૦૧૯માં ભારત અને પાકિસ્તાનનો સામનો ૧૬ જૂને માનચેસ્ટરમાં થશે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન વિશ્વકપમાં કિયારેય ભારતને હરાવી શકી નથી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY