‘વાયુ’ વાવાઝોડાથી પાકિસ્તાનના દરિયાકાઠે હીટ વેવ વધી શકે

0
10

કરાંચી,તા.૧૧
‘વાયુ’ વાવાઝોડું ઝડપથી ગુજરાતની તરફ આગળ વધી રહ્યુ છે. ભારતે નામ પાડેલ વાવાઝોડું ‘વાયુ’ ૧૨ થી ૧૩મી જૂનની વચ્ચે સૌરાષ્ટ્રના દરિયાકાંઠ ત્રાટકવાની સંભાવના છે. ભારતીય હવામાન વિભાગના મતે અત્યારે તેની કલાકની ઝડપ ૮૦ થી ૯૦ કિલોમીટર છે, પરંતુ સૌરાષ્ટ્રના દરિયાકાંઠે પહોંચતા-પહોંચતા ૧૧૦ થી ૧૩૫ કિલોમીટરની રફતાર પકડી લેશે. તો બીજીબાજુ પાકિસ્તાનના હવામાન વિભાગના વિજ્ઞાની અબ્દુર રાશિદે કહ્યુ કે પાકિસ્તાની દરિયાકિનારા પર ખાસ અસર થશે નહીં. પરંતુ તેના લીધે પાકિસ્તાનના દરિયાકાઠાના વિસ્તારોમાં હીટ વેવ (ગરમી) વધી શકે છે. આ તોફાન આગળ જઇ કેટેગરી-૩નું વાવાઝોડું બની શકે છે.અબ્દુર રાશિદે કહ્યુ કે ચક્રવાતી તોફાન વાયુના લીધે અરબ સાગરમાં લો પ્રેશર બનશે. તેના લીધે પાકિસ્તાનના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમી વધી શકે છે. અત્યારે ત્યાં ૩૫ થી ૩૭ ડિગ્રી તાપમાન છે, જે વધીને ૪૦ થી ૪૨ ડિગ્રી સેલ્સિયસ સુધી જઇ શકે છે. જૂન ૨૦૧૫મા પણ આવું જ થયું હતું. તેના લીધે કરાચીમાં પાંચ દિવસ સુધી ભયાનક ગરમી પડી હતી. રમઝાનના મહિનામાં ગરમીથી પાણીની મુશ્કેલી ઉભી થઇ હતી. તેના લીધે કરાચીમાં ૩૦૦૦ લોકોના મોત થયા હતા.
ગુજરાત ચોમાસાની પહેલાં અને પછી આવનારા ચક્રવાતી તોફાનમાં હંમેશા રહે છે. પરંતુ છેલ્લાં ૧૦ વર્ષથી ગુજરાતને કોઇપણ વાવાઝોડા એ સીધી રીતે હિટ કર્યું નથી. જૂન ૨૦૧૦મા આવેલા ચક્રવાત ફેટ ગુજરાતની નજીક આવી ઓમાનની તરફ ફંટાઇ ગયું હતું. પાછું ફરી તો ગુજરાતને ડરાવતા પાકિસ્તાનની તરફ જતું રહ્યુ.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY