આદિત્ય ઠાકરે સાથે દિશા ડિનર લેતા ઝડપાઈ, ટ્રોલર્સ બોલ્યા-‘ટાઇગર ઝિંદા હૈ?’

0
10

મુંબઈ,તા.૧૧
બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટની આમ તો હમેશા ટાઇગર શ્રોફની સાથે જ નજર આવે છે પણ હાલમાં તે શિવસેનાનાં યુવા વિંગ નેતા આદિત્ય ઠાકરે સાથે નજર આવી. અને તેઓએ જુહુમાં ડિનર લીધુ હતું. આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે જે જોઇને ટાઇગરનાં ફેન્સ નિરાશ છે.
ટાઇગરનાં ફેન્સ દિશાની તસવીર પર ‘એક થા ટાઇગર’, અને ‘ટાઇગર જિંદા હૈ?’ જેવી કમેન્ટ્‌સ કરીને ટ્રોલ કરી રહ્યાં છે. હવે જ્યારે ટાઇગરનાં ફેન્સ એક્ટિવ હતાં તો આદિત્ય ઠાકરેનાં ફેન્સ ક્યાં ઓછા હતાં. સૂરજ દેવ નામનાં એક યૂઝરે લખ્યું કે, અસલી ‘ટાઇગર’ ટાઇગર નહીં ઠાકરે છે. ટાઇગર એડિક્ટેડ નામથી ઇન્સ્ટાગ્રામ ચલાવનારા એક સોશિયલ મીડિયા યૂઝરે તો દિશાને રિલેશનશિપને લઇ સલાહ આપી દીધી. તેણે લખ્યું કે, ટાઇગર ક્યાં છે? હું હેરાન છું. દિશા આ રીતે ટાઇગરને છોડીને બીજા સાથે કેવી રીતે ફરી શકે.
પ્રોફેશનલ ફ્રન્ટની વાત કરીએ તો દિશા પટની હાલમાં સલમાન ખાનની સાથે ‘ભારત’માં નજર આવી. હાલમાં તે ફિલ્મની સક્સેસ એન્જોય કરી રહી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY