સચિનના બધા વિક્રમો કોહલી તોડશેઃ ઝહીર અબ્બાસ

0
27

કરાંચી,તા.૨૫
પાકિસ્તાનના ક્રિકેટ-લેજન્ડ ઝહીર અબ્બાસે પોતાના દેશની એક ટીવી ચૅનલને ઇન્ટરવ્યૂમાં વિરાટ કોહલી પરની ચર્ચામાં કહ્યું હતું કે ‘કોહલી વર્તમાન ક્રિકેટ-જગતનો એવો બૅટ્‌સમૅન છે જે સચિન તેન્ડુલકરે રચેલા તમામ વિક્રમો તોડી નાખશે.’
કોહલીની હાલમાં ૩૯ વન-ડે સેન્ચુરી છે અને તે સચિન તેન્ડુલકરની વિશ્ર્વવિક્રમી ૪૯ સદીના આંકડાથી માત્ર ૧૦ ડગલાં દૂર છે.
જાકે, ઝહીર અબ્બાસે રોહિત શર્માની પણ ખૂબ પ્રશંસા કરતા કહ્યું હતું કે ‘ભારતીય ટીમમાં માત્ર વિરાટ નહીં, રોહિત શર્મા પણ ટોચના બૅટ્‌સમૅન છે. તેના સ્ટ્રાક્સ જાવાની બહુ મજા આવે. તે જે રીતે ફટકાબાજી કરે છે એની પ્રશંસા કર્યા વગર કોઈ રહી ન શકે. ભારતીય બૅટ્‌સમેનો પાસે શાટ્‌સની પુષ્કળ વરાઇટીઓ છે.’

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY