કુકિંગ-દારૂ પીવા પર ૨થી૧૦ હજારનો દંડ ફટકારાશે
પણજી,તા.૨૫
ગોવા દરેકનું મનપસંદ હરવા ફરવાનું ડેસ્ટિનેશન છે. જો કે અહીં આવીને કેટલાક પ્રવાસીઓ ખુલ્લામાં દારૂ ઢીંચીને છાકટા બનતા હોવાથી રાજ્ય સરકારે પ્રવાસી વ્યપાર કાયદામાં ફેરફાર કરવાનો નિર્ણય કર્યો છે. જેને પગલે ગોવામાં ખુલ્લામાં દારૂનું સેવન કરનારા તેમજ જાહેરમાં કૂકિંગ (રાંધવાનું) કરનારા લોકો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. આટલું જ નહીં નિયમોનું ઉલ્લંઘન બદલ વધુ આકરા પગલાં રૂપે જેલની પણ સજા થઈ શકે છે.
ગોવાના પ્રવાસન મંત્રી મનોહર અજગાઁવકરે જણાવ્યા મુજબ ગોવામાં ખુલ્લામાં દારૂનું સેવન કરનારા તેમજ કૂકિંગ કરનારા લોકોને રૂ. ૨,૦૦૦-૧૦,૦૦૦ હજારનો દંડ ફટકારાશે. આ અંગે પ્રવાસી વ્યાપાર કાયદામાં સુધારો ગોવાની વિધાનસભાના આગામી સત્રમાં કરાશે. આગામી સત્ર ૨૯ જાન્યુઆરીના મળી રહ્યું છે.
આ કાયદા અંતર્ગત ગોવામાં કોઈપણ વ્યક્તિ જાહેરમાં દારૂ પીતા અથવા રાંધવાની પ્રવૃતિ કરતા નજરે પડશે તો એકલ વ્યક્તિને રૂ. ૨,૦૦૦ જ્યારે ગ્રૂપને રૂ. ૧૦,૦૦૦નો દંડ કરાશે. જા દંડ ભરવામાં કોઈ આનાકારી કરશે તો વધુ આકરી સજા પેટે ત્રણ મહિનાની જેલની સજા પણ થઈ શકે છે તેમ રાજ્યના પ્રવાસન મંત્રીએ જણાવ્યું હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



