ના..હોય…કરણ જાહરને ખાતર આલિયાએ ભણસાલીની ફિલ્મ છોડી..?!!

0
36

મુંબઈ,તા.૧૫
નિર્માતા દિગ્દર્શક મહેશ ભટ્ટની પુત્રી આલિયાને બોલીવૂડમાં એન્ટ્રી અપાવનાર છે નિર્માતા કરણ જાહર. ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’ની સફળતા સાથે આલિયા માટે પણ બોલીવૂડમાં અભિનય પ્રતિભા બતાવવા માટેનાં દ્વાર એકદમ મોકળાં થઈ ગયાં. કરણ જાહર માટે પણ આલિયા બહુ મહત્વની કલાકાર છે.
પણ હવે, કરણ જાહર અને સંજય લીલા ભણસાલી વચ્ચે આલિયા એક લડાઈનું કારણ બની ગઈ હોય એવું જણાય છે. એવા સમાચાર છે કે ભણસાલીએ એમની નવી ફિલ્મ માટે આલિયાનો સંપર્ક કર્યો હતો. પણ એ જ દરમિયાન જાહરે આલિયાને પોતાની નવી ફિલ્મ ‘કલંક’ માટે અપ્રોચ કર્યો હતો. આલિયાએ વધુ વિચાર કર્યા વિના જાહરની ફિલ્મ માટે હા પાડી દીધી અને ભણસાલીને ના પાડી દીધી.
બોલીવૂડમાં જાહર અને ભણસાલી બંને દિગ્ગજ નિર્માતાઓ છે. જાહર સુપરહિટ ફિલ્મોના ખાન છે તો ભણસાલી બ્લોકબસ્ટર ફિલ્મો આપનાર ડાયરેક્ટર છે. તે છતાં આલિયાએ કોઈ ખંચકાટ વગર જાહરને પસંદ કર્યા. કહેવાય છે કે, ભણસાલી રણવીર સિંહને લઈને કોઈક ફિલ્મ બનાવવા માગે છે અને એની હિરોઈન તરીકે એમને આલિયા વધારે પસંદ પડી હતી, પણ આલિયાએ એક જ ઝાટકે ના પાડી દીધી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY