નાઇજિરિયાને હરાવીને અંતે આર્જેન્ટા આગામી દોરમાં

0
64

મોસ્કો, તા. ૨૭
ફિફા વર્લ્ડકપમાં રોમાંચક મેચોનો દોર જારી રહ્યો છે. ગઇકાલે મંગળવારના દિવસે રમાયેલી મેચો પૈકી પ્રથમ મેચમાં આર્જેન્ટાની ટીમ નાઇજિરિયાને હરાવીને અંતિમ ૧૬માં પ્રવેશી ગઇ હતી. આર્જેન્ટના પર વર્લ્ડ કપમાંથી ફેંકાઇ જવાનુ સંકટ તોળાઇ રહ્યુ હતુ. તેના તરફથી સ્ટાર ખેલાડી લિયોનેલ મેસ્સી અને માર્કોસ રોજાએ ગોલ કર્યા હતા. મેસ્સીએ ૧૪મી મિનિટમાં ગોલ કરીને પોતાની ટીમને લીડ અપાવી હતી. જા કે નાઇજિરિયા તરફથી ગોલ કરીને બરોબરી કરી લેવામાં આવી હતી. છેલ્લી ઘડીએ રોજાએ ગોલ કરીને પોતાની ટીમને જીત અપાવી હતી. આ જીતની સાથે આર્જેÂન્ટનાના ત્રણ મેચોમાં ચાર પોઇન્ટ થઇ ગયા છે અને તે બીજા સ્થાન પર રહી છે. ક્રોએશિયા સામે તેની હાર થઇ હતી. ફ્રાન્સ અને ડેનમાર્ક વચ્ચેની મેચ કોઇ ગોલ વગર ડ્રો રહી હતી. જા કે બંને ટીમો નોકઆઉટ દોરમાં પહોંચી ગઇ છે. ફ્રાન્સની ટીમ ત્રણ મેચોમાં બે જીત સાથે સાત પોઇન્ટ ધરાવે છે. તે પ્રથમ સ્થાને રહી છે.ડેનમારપ્ક ત્રણ મેચોમાં બે ડ્રો સાથે પાંચ પોઇન્ટ ધરાવે છે. ફ્રાન્સની ટીમ હવે ૩૦મી જુનના દિવસે ગ્રુપ ડીમાં બીજા સ્થાને રહેનાર ટીમ સામે થશે. જ્યારે ડેનમાર્ક આગામી દિવસે પહેલી જુલાઇના દિવસે ગ્રુપ ડીમાં ટોપ પર રહેનાર ટીમ સામે ટકરાશે. ક્રોએશિયા પણ અંતિમ ૧૬માં પ્રવેશી ગયુ છે. ક્રોએશિયાની ટીમ ગ્રુપ દોરમાં કોઇ મેચ હારી નથી. તે પહેલા સોમવારના દિવસે તમામ મેચો રોમાંચક રહી હતી. પ્રથમ મેચમાં ધારણા પ્રમાણે ઉરુગ્વેએ જારદાર રમત રમીને યજમાન રશિયાને ૩-૦થી હાર આપી હતી. રશિયાની શરૂઆતની બંને મેચોમાં જીત થઇ હતી. જા કે આ મેચમાં ઉરુગ્વેની સામે તેની તમામ નબળાઇ સપાટી પર આવી ગઇ હતી. ઉરુગ્વે તરફથી સુઝારેજ સહિતના તમામ ખેલાડી ફોર્મમાં દેખાયા હતા. સ્પેન અને મોરક્કો વચ્ચેની મેચ ૨-૨થી બરોબર રહી હતી. સ્પેન તરફથી ઇસ્કો અને લાગો અસ્પાસે ગોલ કરીને પોતાની ટીમની પ્રતિષ્ઠા બચાવી હતી. મોરક્કોની જારદાર રમત રહી હતી. પોર્ટુગલ અને ઇરાન વચ્ચેની મેચ ૧-૧ ગોલથી બરોબર રહ્યા બાદ ગોલ અંતરના આધાર પર સ્પેન ગ્રુપ બીમાં હવે ટોપ પર છે. રાઉન્ડ ૧૬માં હવે સ્પેન રવિવારના દિવસે મોસ્કોમાં યજમાન રશિયા સામે ટકરાશે. બીજી બાજુ પોર્ટુગલની ટીમ ગ્રુપ એમાં ટોપ પર રહેલી ઉરુગ્વેની ટીમ સામે શનિવારના દિવસે સોચીમાં ટકરાશે. સાઉદી અરેબિયાએ ઇજિપ્ત પર ૨-૧થી જીત મેળવી હતી. તે પહેલા રવિવારના દિવસે રમાયેલી મેચોમાં એકબાજુ શÂક્તશાળી ઇંગ્લેન્ડની ટીમે પનામા પર ૬-૧થી જીત મેળવી હતી. જે તેની તાજેતરના સમયની સૌથી મોટી જીત છે. ઇંગ્લેન્ડે આ મેચ મોટા અંતરથી જીતીને તમામ હરિફ ટીમોને ચેતવણી આપી દીધી છે. ઇંગ્લેન્ડના તમામ સ્ટાર ખેલાડીઓ જારદાર ફોર્મમાં ચાલી રહ્યા છે. અન્ય એક મેચમાં જાપાન અને સેનેગલ વચ્ચેની મેચ ૨-૨ ગોલથી બરોબર રહી હતી. ત્રીજી મેચમાં કોલંબિયાએ પોલેન્ડ પર જીત મેળવી હતી. કોલંબિયાએ આ મેચમાં ત્રણ ગોલ ફટકારી દીધા હતા. ગ્રુપ એચની એક મેચમાં પોલેન્ડ પર કોલંબિયાએ ૩-૦થી જીત મેળવી હતી. આની સાથે તેની આગામી રાઉન્ડમાં પહોંચી જવાની આશા જીવંત રહી છે. કોલંબયા તરફથી યેરી મીના, રાદામેલ અને કોડરાડો દ્વારા ગોલ કરવામાં આવ્યા હતા. જાપાન અને સેનેગલ વચ્ચેની મેચ ૨-૨થી ડ્રો રહી હતી. હતી. તમામ શક્તિશાળી ટીમો આગામી રાઉન્ડમાં પહોંચી રહી છે.
(સંપૂર્ણ સમાચાર સેવા)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY