ટાઈલ્સ બેસાડતાં કારીગરના છાતિના ભાગે ગ્રાઈન્ડર મશીન ઘૂસી ગયું

0
33

સુરત,તા.૧૮
સુરતનાં પાંડેસરા વિસ્તારમાં આજરોજ એક વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. જેમાં ઘરમાં ટાઈલ્સ બેસાડવા માટે ઘસાઈનું કામ કરી રહેલા એક કારીગરનાં છાતિનાં ભાગે ગ્રાઈન્ડર મશીન ઘુસી ગયું હતું. જેના પગલે ભારે દોડધામ મચી હતી. ઈજાગ્રસ્ત કામદારને ગ્રાઈન્ડર સાથે જ હોસ્પિટલ લઈ જવાતા ડોક્ટરો પણ તેને જાઈને ચોંકિયા હતા. હાલમાં તેની સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
સુરતનાં પાંડેસરા વિસ્તારમાં આવેલી કર્મયોગી સોસાયટીમાં રહેતા અનિલ પાટીલનાં મકાનમાં ટાઈલ્સ બેસાડવાનું કામ ચાલી રહ્યું હતું. છેલ્લા બે દિવસથી ચાલી રહેલા આ કામમાં ભીમા નામનો એક કારીગર દીવાલ ઘસાઈનું કામ કરી રહ્યો હતો. ટાઈલ્સ બેસાડવા માટે દિવાલ ગ્રાઈન્ડરથી ઘસી રહેલા ભીમાનું કોઈ કારણોસર સંતુલન નહીં રહેતા ચાલુ મશીન તેનાં શરીર ઉપર આવતાં છાતીનાં ભાગે ખૂંપી ગયું હતું. જેની જાણ થતાં દોડધામ મચી હતી.
ઈજાગ્રસ્ત ભીમાને હોસ્પિટલ ખસેડવા માટે ૧૦૮ની મદદ લેવામાં આવી હતી. પ્રથમ માળે કામ કરી રહેલા ભીમાને ગ્રાઈન્ડરનો કેબલ કાપી શરીરમાં ખૂંપેલા મશીન સાથે જ હોસ્પિટલ લઈ જવાયો હતો. જ્યાં આ કિસ્સો જાઈ હાજર તબીબો પણ ચોંકિયા હતા. હાલમાં ભીમાની સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY