અમદાવાદ,તા.૨૯
મ્યુનિસિપલ તંત્ર દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કામ કરતા ૬,૦૦૦ રોજિંદા સફાઇ કર્મચારીઓને ગત એપ્રિલથી કાયમી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેના અનુસંધાને હવે તેઓને મળવાપાત્ર ફુલ પગાર આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આમ રોજિંદા કર્મચારીઓને હવે માસિક ૮,૫૦૦ને બદલે ૧૭,૫૦૦ રૂપિયા પગાર મળશે. જેને પગલે મ્યુનિસિપલ તિજારી પર ૫.૧૦ કરોડનો બોજ પડશે.
છેલ્લા ચારેક દિવસથી રોજિંદા કર્મચારીઓ હડતાળ પર ઉતરી આમરણાંત ઉપવાસ પર બેસી ગયા હતા. નોકર મંડળ તેમજ ડેમોક્રેટિક ભારતીય સમાજ પાર્ટીએ આ મામલે ૧૬ જેટલી પડતર માંગણીઓને લઇને મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપ્યું હતું. જેને પગલે ગઈકાલે કમિશનરે ફુલ પગારની જાહેરાત કરી હતી. જેમાં ૧૦૦ ટકા પગાર વધારો આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત કેટલીક માંગણીને સ્વીકારી લેવાઇ હતી. જેના અનુસંધાનમાં ગઈકાલે પારણા કરાવીને હડતાલ સમેટાઇ હતી.
૬,૦૦૦ કર્મીઓને કાયમી કરવામાં આવતા મ્યુનિસિપલ તિજારી પર માસિક ૫.૧૦ કરોડનું ભારણ પડશે. કાયમી કર્મીઓને મૂળ જગ્યાએ પરત મુકવા, મુકાદમની ખાલી જગ્યાઓ ભરવી, પાલિકા, પંચાયતના ૮૦ જેટલા કર્મીઓને કામયી કરવા અને ફાયરબ્રિગેડમાં વોલિયન્ટર તરીકે ફરજ બજાવતા કર્મીઓને ડ્રાઇવર તરીકે ભરતી કરવાની બાબતને મંજૂરી અપાઇ હતી.
બાકી રહેલા વોલિયન્ટરોને મ્યુનિ.માં શિડયુલ ખાલી જગ્યાઓ ઉપર મૂકવાની માંગણી સંદર્ભે જરૂરી કાર્યવાહી કરવાની સંબંધિત વિભાગોને જાણ કરાઇ હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



