૪૮,૦૦૦ કર્મચારીઓનું ૧૯ માસનું એરિયર્સ છૂટ્યું, જુલાઇમાં પહેલો હપ્તો

0
17

ગાંધીનગર,તા.૨૫
રાજ્ય સરકારે ૪૮ હજાર વીજ કર્મચારીઓને ખુશ ખબર આવ્યા છે. ઉર્જામંત્રી સૌરભ પટેલે વીજ કર્મીઓને ૧૯ મહિનાના સાતમા પગાર પંચનો લાભ આપવાની જાહેરાત કરી છે. આ કર્મચારીઓને ૧૯ મહિનાનું એરિયર્સ ૩ મહિનામાં હપ્તેથી ચૂકવવામાં આવશે.
ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિ.ના કર્મચારીઓને ૧ ઓગષ્ટ ૨૦૧૭થી નવા પગાર ધોરણ મુજબ પગાર ચૂકવવામાં આવ્યો છે. પરંતુ ૧ જાન્યુઆરી ૨૦૧૬થી ૩૧ જુલાઈ ૨૦૧૭ એટલે કે કુલ ૧૯ માસના પગારના એરીયર્સની રકમ ચૂકવવામાં આવશે. જેનો લાભ ૪૮૦૦૦થી વધુ અધિકારી-કર્મચારીઓને મળશે જેના કારણે વિવિધ વીજ કંપનીઓ પર રૂ.૫૨૧ કરોડનું વધારાનું ભારણ આવશે.
આ અંગે ઉર્જા મંત્રી સૌરભ પટેલે કહ્યું કે, રાજ્ય સરકાર દ્વારા અધિકારી-કર્મચારીઓને એરિયર્સની ચૂકવણી કરવામાં આવી હતી, તે મુજબ જ જુલાઈ માસથી એકાંતરે ત્રણ હપ્તામાં આ એરીયર્સની રકમ ચૂકવાશે. જેનો પ્રથમ હપ્તો જુલાઈ-૨૦૧૮, બીજા હપ્તો સપ્ટેમ્બર-૨૦૧૮ અને ત્રીજા હપ્તો નવેમ્બર-૨૦૧૮માં એમ ત્રણ સરખા હપ્તામાં એરિયર્સની રકમ ચૂકવાશે. ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિ.ની સલગ્ન કંપનીઓ પગાર ભથ્થાની ચૂકવણી તેમના સ્વભંડોળમાંથી કરે છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY