ન્યુ દિલ્હી,તા.૨૫
દિલ્હી હાઇકોર્ટે INX મીડિયા મામલે પૂર્વ નાણાંમંત્રી પી. ચિદંબરમને ધરપકડમાં એક ઓગસ્ટ સુધીની રાહત આપી છે. સાથે જ હાઇકોર્ટે કોંગ્રેસના નેતા પી. ચિદંબરમને ઈડ્ઢની તપાસમાં સહયોગ કરવા અને મંજુરી વિના દેશ નહી છોડવાનો નિર્દેશ કર્યો છે.
હાઇકોર્ટે ચિદંબરમને કહ્યું કે, તેમણે વિદેશયાત્રા પર જતાં પહેલાં કોર્ટને સુચના આપવી પડશે. તેમજ તપાસમાં સહયોગ કરવા પણ જણાવ્યું છે. જ્યારે ઈડ્ઢએ પી. ચિદંબરમની ધરપકડ પર રોક લગાવવાનો તે કહીને વિરોધ કર્યો કે,ED મીડિયા કેસમાં પી. ચિદંબરમના પુત્ર કાર્તિએ પોતાના પિતાની સહમતી અને જાણકારી સાથે ED દ્વારા મંજુરી મેળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
પી. ચિદંબરમે INX મીડિયા સાથે જાડાયેલા ઈડ્ઢના મની લોન્ડ્રિંગના મામલે ૨૩ જુલાઇએ આગોતરા જામીન માટેની અરજી કરી હતી. તેમના વકિલ પ્રમોદ કુમાર દૂબે અને અર્શદીપસિંહ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે, ED માં કોંગ્રેસના નેતાની કોઇ ભૂમિકા દર્શાવવામાં આવી નથી. તેમનીED દ્વારા ધરપકડ કરવાની આશંકા છે. તેમજ અરજીમાં જણાવવામાં આવ્યું છે કે, પૂર્વ નાણાંમંત્રીને આ મામલે ED તરફથી ધરપકડથી પહેલાંથી જ છૂટ મળી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"



