કર્ણાટક સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી : કોંગ્રેસ મોખરે,ભાજપને પછડાટ

0
12

બેંગ્લુરુ,તા.૪
કર્ણાટકમાં અર્બન લાકલ બાડી (યુએલબી)ની ચૂંટણીમાં કાંગ્રેસ અને ભાજપ વચ્ચે સોમવારે ગળાકાપ સ્પર્ધા જાવા મળી હતી. જાકે, ચૂંટણી બાદ શાસક જનતા દળ (એસ) સાથેના જાડાણને પગલે કાંગ્રેસ યુએલબીમાં બહુમતી મેળવવામાં સફળ રહી હતી.
રાજ્ય ચૂંટણીપંચના જણાવ્યાનુસાર શનિવારે યોજાયેલી યુએલબીની ચૂંટણીમાં કાંગ્રેસ ૯૬૬, ભાજપ ૯૧૦ અને જનતા દળ (એસ) ૩૭૩ બેઠક પર વિજય મેળવવામાં સફળ રહ્યા હતા તો બાકીની બેઠકો પર અન્ય પક્ષોને વિજય મળ્યો હતો.
કુલ ૨૭૦૯ બેઠકમાંથી અત્યાર સુધીમાં ૨૬૨૮ બેઠકનાં પરિણામ જાહેર કરી દેવામાં આવ્યાં છે. રાજ્ય સરકારમાં ભાગીદાર હોવા છતાં કાંગ્રેસ અને જનતા દળ (એસ) બંને અલગથી ચૂંટણી લડ્યા હતા. જાકે ચૂંટણી બાદ તેઓ યુએલબીમાં જાડાણ કરશે એવી તેમણે અગાઉ જ જાહેરાત કરી દીધી હતી.
કાંગ્રેસ અને જનતા દળ (એસ) બંનેએ સંયુક્ત રીતે કુલ ૧૩૩૯ બેઠક મેળવી છે અને આ બાબતે તેમને ભાજપ પર સીધી રીતે સરસાઈ અપાવવાની સાથે સાથે યુએલબીમાં બહુમતી પણ અપાવી છે.
પરિણામોની જાહેરાત બાદ તુમકુરમાં કાંગ્રેસની વિજય રેલી પર એસિડ ફેંકાયો હતો. જાકે આ તેજાબ બાથરૂમ સાફ કરવા માટેની ઓછ તીવ્રતાવાળો હોવાનો પોલીસે દાવો કર્યો હતો. આ હુમલામાં દસ જણને નજીવી ઈજા થઈ હતી. આ ચૂંટણી ત્રિશંકુ ચુકાદો અપાવનાર મે મહિનામાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણી અગાઉ હાથ મિલાવનાર કાંગ્રેસ અને જનતા દળ (એસ)ના જાડાણની કસોટી હોવા ઉપરાંત લોકસભાની ચૂંટણી અગાઉ મતદારોના મિજાજ પારખવાના સંકેત સમાન હતી. વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે ઊભરી આવ્યો હતો, પરંતુ સરકાર રચી શકાય તેટલું સંખ્યાબળ મેળવી શક્્યો નહોતો જેને કારણે કાંગ્રેસ અને જનતા દળ (એસ)ને જાડાણ કરવાની અને સરકાર રચવાની તક મળી ગઈ હતી.
શહેરની ત્રણ નગરપાલિકા, ૨૯ સિટી મ્યુનિસિપલ કાઉÂન્સલ અને બાવન ટાઉન મ્યુનિસિપલ કાઉÂન્સલ તેમ જ ૨૦ નગર પંચાયત માટે આ ચૂંટણી યોજવામાં આવી હતી. જિલ્લામાં તાજેતરમાં જ આવેલા પૂરને કારણે કોડાગુ યુએલબીની ચૂંટણી રોકી દેવામાં આવી હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY