કર્ણાટક સરકાર ૧૨૫ ફૂટનું માતા કાવેરીનું સ્ટેચ્યુ બનાવશે

0
12

આ સ્ટેચ્યુ ક્રૃષ્ણા રાજા સાગર બંધ પાસે બનશે,મ્યૂઝીયમ,બસ સ્ટેન્ડ,સ્ટેડિયમ પણ હશે
બેંગ્લુરુ,તા.૧૫
સ્ટેચ્યુ બનવાની હોડ ચાલી રહી છે અને આ હોડમાં કર્ણાટક પણ શામેલ થવા જઈ રહ્યું છે. કર્ણાટક સરકાર ૧૨૫ ફૂટનું માતા કાવેરીનું સ્ટેચ્યુ બનાવવા જઈ રહી છે. આ સ્ટેચ્યુ કૃષ્ણા રાજા સાગર બંધ પાસે બનશે. માંડ્યા જીલ્લામાં માતા કાવેરી નદીનું સ્ટેચ્યુ બનાવામાં આવશે.
આ ઉપરાંત એવી પણ માહિતી મળી રહી છે કે સરકાર મ્યુઝીયમ કોમ્પ્લેક્ષ, ૩૬૦ ફીટના બે ગ્લાસ ટાવર જ્યાંથી કૃષ્ણા રાજા સાગર બંધનું વિહંગાવલોક્ન થઇ શકે.બસસ્ટેન્ડ, ઇન્ડોર સ્ટેડીયમ પણ હશે. ટુરીઝમ વધારવા માટે ઐતિહાસિક સ્મારકો પણ બનાવામાં આવશે. આ પ્રોજેક્ટ માટે ૪૦૦ એકર જગ્યા જાશે.
આ પ્રોજેક્ટનો અંદાજીત ખર્ચ ૧૨૦૦ કરોડ ગણવામાં આવી રહ્યો છે. જેનાં માટે સરકાર પ્રાઇવેટ રોકાણકારોની મદદ લઇ રહી છે. આ પહેલાં ગુજરાતમાં દુનિયાની સૌથી ઉચી મૂર્તિ બનાવામાં આવી છે. જે સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં નામે ઓળખાય છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY