કાલુપુર રેલવે સ્ટેશન પર પાર્કિંગ કરવું મોંઘુ પડશે

0
95

અમદાવાદ,
તા.૫/૪/૨૦૧૮

પ્રતિ ચાર કલાક માટે ૩૫ રુપિયા ચાર્જ લેવામાં આવશે

કાલુપુર રેલવે સ્ટેશન પર પાર્કિંગ કરવા માટે હવે વધારે પૈસા ચુકવવા પડશે. પહેલા ગમે તેટલા કલાક સુધી પા‹કગ માટે ૨૦ રુપિયા ચાર્જ લેવામાં આવતો હતો. પરંતુ હવે પ્રતિ ચાર કલાક માટે ૩૫ રુપિયા ચાર્જ લેવામાં આવશે. ઇન્ડિયન રેલવે દ્વારા રેલવે સ્ટેશન પર સરદાર વલ્લલભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ જેવી નવી પા‹કગ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, જા સ્ટેશન પર કોઈને મુકવા જાઓ છો તો ૧૫ મિનિટના પા‹કગ બાદ પાર્કિંગ એરિયા છોડી દેવો પડશે. ૧૫ મિનિટ પછી ૩૫ રુપિયા પાર્કિંગ ફી ચુકવવાની રહેશે. જે લોકો દરરોજ રેલવે સ્ટેશન પર પોતાના વાહન પાર્ક કરીને ટ્રેનથી બીજા કોઈ સ્થળે જાય છે તેમને આ નવી સિસ્ટમ મોંઘી પડશે. અધિકારીના જણાવ્યા અનુસાર, કાર માલિકોએ ૧૨ કલાકના ૧૦૫ રુપિયા ચુકવવાના રહેશે.

પ્લેટફોર્મ નજીકની પ્રીમિયમ ઇન્ડિયન ફેસિલીટી માટે પ્રતિ ચાર કલાકનો ચાર્જ ૧૦૦ રુપિયા રહેશે. અધિકારીઓનું કહેવું છે કે, પાર્કિંગ એરિયા નાનો છે અને ઘણાં લાંબા સમય સુધી પાર્ક કરી રાખતા વાહનોની સમસ્યા દૂર કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. એક સીનિયર અધિકારી આ બાબતે જણાવે છે કે અમે નોટિસ કર્યું કે સ્ટેશનની આસપાસના વિસ્તારમાં કામ કરતા લોકો પણ અહીં પોતાના વાહન પાર્ક કરે છે. નવી પોલિસીને કારણે લોકો આમ કરતા બંધ થશે. ટુ-વ્હીલરની વાત કરીએ તો પ્રતિ ચાર કલાકના ૧૫ રુપિયા ચુકવવાના રહેશે અને કોમર્શિયલ વાહનનો ચાર્જ પ્રતિ બે કલાક ૫૦ રુપિયા છે. રીક્ષા ડ્રાઈવર્સે બે કલાકના દસ રુપિયા ચુકવવાના રહેશે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY