દિલ્હીમાં પ્રદુષણ દૂર કરવા માટે હવે સરકાર કુત્રિમ વરસાદ કરશે

0
10

ન્યુ દિલ્હી,તા.૨૦
દેશનાં પાટનગરમાં સતત વધી રહેલી પ્રદુષણનો સામનો કરવા માટે હવે દિલ્હી સરકાર આવતા અઠવાડિયે કુત્રિમ વરસાદ કરાવશે. આ કુત્રિમ વરસાદ કરાવવાથી વાતાવરણમાં રહેલા ઝેરી તત્વો નાબુદ થશે તેમ સરકાર માને છે. દિલ્હી સમગ્ર વર્ષ દરમિયાન પ્રદુષણ વધારે હોય છે પણ શિયાળા દરમિયાન આ પ્રદુષણમાં સખત વધારો જાવા મળે છે અને લોકોને ઘરની બહાર નિકળવું ભારે પડી જાય છે.
આધારભૂત સુત્રોનાં જણાવ્યા અનુસાર, કુત્રિમ વરસાદ માટે વાતાવરણ અનુકૂળ થતા જ આ વરસાદ કરવામાં આવશે. સરકાર આ અઠવાડિયે કુત્રિમ વરસાદ કરવાનું વિચારે છે પણ જા હવામાન સાનુકૂળ નહીં હોય તો, આ પ્લાન આવતા અઠવાડિયે અમલમાં મૂકવામાં આવશે. કુત્રિમ વરસાદમાં કેટલાક કેમિકલ તત્વો, સિલ્વર આયોડાઇડસ, કોરો બરફ અને મીઠાનો ઉપયોગ કરવામાં આવશે. આ દ્વાવણો મિક્સ કરવાથી વરસાદ આવવાની શક્યતા વધી જાય છે.
હવામાન વિભાગ કુત્રિમ વરસાદ માટે સાનુકૂળ વાતાવરણ થાય તે માટે સતત મોનીટરીંગ કરી રહ્યું છે. વાતાવરણ સાનુકૂળ બન્યા પછી ૨૪ કલાકમા કુત્રિમ વરસાદ કરી શકાય છે. આ વર્ષે પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા લોકોને ચેતવણી આપવામાં આવી રહી છે કે, દિલ્હીમાં હવાનાં પ્રદુષણની સ્થિતિ તદ્દન ખરાબ છે અને લોકોનાં સ્વાસ્થ્ય સાથે ગંભીર અસર કરી શકે છે.
૨૦૧૬નાં વર્ષમાં પણ સરકારે કુત્રિમ વરસાદ વરસાવવાનો પ્લાન ઘડ્યો હતો પણ તેનો અમલ થઇ શક્યો નહીં. ગયા વર્ષે સરકારે એવો પણ પ્લાન રજૂ કર્યો હતો કે, હેલીકોપ્ટર દ્વારા પાણીનો છંટકાવ કરીને હવામાં ધૂળ દૂર કરવી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY