ન્યુ દિલ્હી,
તા.૨૨/૪/૨૦૧૮
દિલ્હીના મંગોલપુરીમાં શનિવારના રોજ એક સગીર પિતાએ પોતાના બે મહિનાના બાળકને મુક્કો મારીને તેની હત્યા કરી દીધી. સગીર પિતાનું કહેવું છે કે આ બાળક તેનું નથી. તેને શક હતો કે તેની પત્નીનો બીજા સાથે લગ્નેત્તર સબંધ હતો. આ બાળક તેના પ્રેમીનો છે.
પોલીસે જણાવ્યું કે પિતાએ બાળકના મોં પર મુક્કો મારીને બાળકની હત્યા કરી દીધી છે. ૨ મહિનાના માસૂમના માતાપિતા બંન્ને સગીર છે અને તેમના લગ્ન ૧૦ મહિના પહેલા જ થયા હતાં.
ઘટના સમયે માતા બાળકને પિતા પાસે મુકીને નોકરીની શોધમાં પાલિકા બજારમાં ગઇ હતી. પરત ફરીને જાયુ તો બાળક હલી ન હતો રહ્યો જેના કારણે તે બાળકને લઇને હોસ્પટલ લઇ ગઇ હતી. જ્યાં ડોક્ટરે બાળકને મૃત જાહેર કર્યો હતો.
આ ઘટના પછી માતા સીધી બાળકના મોતના સમાચાર પોલીસને આપી હતી. પોલીસે પિતાની ધરપકડ કરી લીધી હતી. આરોપી પર આ પહેલા પણ મોબાઇલ ચોરીના ઘણાં કેસો નોંધાયેલા છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"