અમેરિકી ચૂંટણી દરમ્યાન આઠ કરોડ ફેસબુક યૂઝર્સના ડેટા શેર કર્યા હતા : માર્ક ઝૂકરબર્ગ

0
125

સાન ફ્રાન્સસ્કો,
તા.૫/૪/૨૦૧૮

‘ફેસબુક માટે હું બેસ્ટ વ્યકિત, મને એક તક આપો’

ફેસબુકના ચીફ માર્ક ઝૂકરબર્ગે કહ્યું કે, હું આ સોશ્યલ નેટવર્કનું પ્રતિનિધિત્વ કરવા માટે સૌથી બેસ્ટ વ્યક્તિ છે. મને વધુ એક તક મળવી જાઇએ. માર્કે ડેટા હેક થવા પર માફી પણ માંગી.

બીજી તરફ કંપનીના ચીફ ટેક્નોલોજી ઓફિસર માઇક સ્ક્રોફરે સ્વીકાર્યુ કે, ૨૦૧૬માં અમેરિકામાં રાષ્ટપતિ ચૂંટણી દરમિયાન ‘કેમ્બ્રજ એનાલિટિકા’એ ફેસબુકના લગભગ ૮ કરોડ ૭૦ લાખ ( ૮૭ મિલિયન) યૂઝર્સનો ડેટા ગેરકાયદેસર રીતે શેર કર્યો હતો. આ કંપની ડોનાલ્ડ ટ્રમ્પ માટે કામ કરી રહી હતી.

આપને જણાવીએ કે ગત મહિને ફેસબુકમાંથી ૫ કરોડ યૂઝર્સની માહિતી લીક થવાની જાણકારી સામે આવી હતી. પરંતુ ઝકરબર્ગે કહ્યું કે લગભગ ૮ કરોડ ૭૦ લાખ ( ૮૭ મિલિયન) યૂઝર્સનો ડેટા લીક થયો છે. ફેસબુકના ચીફ ટેક્નોલોજી ઓફિસર માઇક સ્ક્રોપરે એક બ્લોગ પોસ્ટ લખીને આ જાણકારી સાર્વજનિક આપી છે.

આ પહેલા ફેસબુકે ખુલાસો કર્યો હતો કે અમેરિકાના રાષ્ટપતિ ચૂંટણી ૨૦૧૬ દરમિયાન ટ્ર્રમ્પ જાડાયેલ પોલિટિકલ ડેટા એનાલિસિસ કંપની ‘કેમ્બ્રજ એનાલિટિકા’એ કેટલાક યૂઝર્સની અંગત માહિતી લીક કરી હતી. જા કે ‘કેમ્બ્રજ એનાલિટિકા’ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે તેની પાસે માત્ર ૩ કરોડ ફેસબુક યૂઝર્સનો ડેટા છે.

હકીકતમાં પોલિટિકલ ડેટા એનાલિસિસ કંપની ‘કેમ્બ્રજ એનાલિટિકા’એ ચૂંટણી વખતે ડોનાલ્ડ ટ્રમ્પની મદદ કરી હતી. ડેટા ચોરીનો આ મામલો જ્યારે સામે આવ્યો ત્યારે માર્ક ઝકરબર્ગને માત્ર ૪૮ કલાકમાં ૫૮,૫૦૦ કરોડ રૂપિયાનું નુકશાન થયું હતું.

કેમ્બ્રજ એનાલિટિકા’એ જે લોકોના ડેટા શેર કર્યા છે તેમાં સૌથી વધારે યૂઝર્સ અમેરિકાના છે જ્યારે ભારતના ૫ લાખ ૬૨ હજાર ૪૫૫ યૂઝર્સના ડેટા શેર કરવામાં આવ્યાં છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY