કર્ણાટક : ચૂંટણી સંગ્રામનો તખ્તો તૈયાર

0
27

કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણી માટે મહાસંગ્રામનો તખ્તો તૈયાર થઇ ગયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઝંઝાવતી પ્રચારની શરૂઆત કર્યા બાદથી રાજયમાં રાજકીય ગરમી ચરમસીમા પર પહોંચી ગઇ છે. મંગળવારના દિવસે ત્રણ રેલીઓ કરીને મોદીએ કર્ણાટકમાં ચૂંટણી પ્રચારની તોફાની શરૂઆત કરી દીધી છે. આગામી આઠ દિવસમાં મોદી બીજી ૧૨ રેલી કરનાર છે. કર્ણાટકમાં ભાજપ તરફથી આ પ્રથમ ચૂંટણી રેલી ન હતી. પરંતુ વડાપ્રધાન બન્યા બાદથી એવી પ્રથા બની ગઇ છે કે ચૂંટણી કોઇ પણ રાજ્યમાં કેમ ન હોય જ્યારે સુધી મોદી પોતે પ્રચાર કરવા માટે મેદાનમાં ન ઉતરે ત્યાં સુધી ભાજપના પ્રચારની ગતિ પકડાતી નથી. મોદીની ઝંઝાવતી રેલીની સાથે જ કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર હવે અંતિમ તબક્કામાં છે. આ ચૂંટણીની એક ખાસ બાબત એ પણ છે કે તેમાં મોદીને પ્રતિપક્ષ છાવણીમાં ભુતકાળની પોતાની ચૂંટણી પદ્ધિતીને અપનાવવાની નીતી તરીકે જાવામાં આવે છે. કોંગ્રેસે આ વખતે મોદીની રણનિતી અપનાવી છે. ગુજરાતના મુખ્યપ્રધાન તરીકેના ગાળામાં મોદી વિધાનસભા ચૂંટણીમાં કેન્દ્ર પર જ પ્રહારો કરતા રહેતા હતા. મોદી ગુજરાત ગૌરવના મુદ્દાને જારશોરથી ઉઠાવતા હતા. આ વખતે કોંગ્રેસી મુખ્યપ્રધાન સિદ્ધારમૈયા કર્ણાટકમાં મોદીની રણનિતી અપનાવી રહ્યા છે. કેન્દ્ર સરકારની નિતી પર આગળ વધવાના બદલે તેઓ ક્ષેત્રીય અÂસ્મતાના મુદ્દાને પ્રાથમિકતા આપી રહ્યા છે. રાજનિતીમાં ધર્મના કંટીલા ઉપયોગ કરવાની બાબત પણ ભાજપની નિતી રહી છે. સિદ્ધારમૈયા વધારે સાવધાન દેખાઇ રહ્યા છે. લિંગાયતને હિન્દુ ધર્મથી અલગ એક સ્વતંત્ર ધર્મની માન્યતા આપવાનો પાસો સિદ્ધારમૈયાએ ફેંકીને ભાજપની ઉંઘ હરામ કરી દીધી છે. લિંગાયત સમુદાય ભાજપના સૌથી મજબુત વોંટ બેંક તરીકે છે. બીજી બાજુ ભાજપે દાવો કર્યો છે કે ચૂંટણીને ધ્યાનમાં લઇને કોંગ્રેસે લિંગાયત સમનુદાયને પ્રભાવિત કરવા અને તેમની પાસેથી લાભ લેવાના પ્રયાસ હાથ ધર્યા છે. જા કે કોંગ્રેસને આના કારણે કોઇ ફાયદો થશે નહી. ભાજપે ભલે યેદીયુરપ્પાને ભલે મુખ્યપ્રધાન પદના ઉમેદવાર જાહેર કર્યાછે પરંતુ ભાજપે ચૂંટણી મોદી મેજિક પર જ લડવાનો નિર્ણય કર્યો છે. યેદીયુરપ્પા પોતે કહી ચુક્યા છે કે તેમની પાર્ટીની શાનદાર જીત થશે. કારણ કે રાજ્યમાં મોદી લહેર ચાલી રહી છે. કેટલીક સીટો પર જેડીએસ અને કોંગ્રેસ વચ્ચે સીધી સ્પર્ધા થનાર છે. લડાઇ ભાજપ અને જેડીએસ વચ્ચે છે તેમ કહેવુ મુશ્કેલ છે. કારણ કે જેડીએસની પક્કડ તો માત્ર કર્ણાટકના કેટલાક હિસ્સા સુધી મર્યાદિત રહેલી છે. મોદીએ ગઇકાલે ઝંઝાવતી પ્રચારની શરૂઆત કરી દીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે કર્ણાટકમાં ઝંઝાવતી ચૂંટણી પ્રચારની શરૂઆત કરી હતી. આની સાથે જ કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણી માટે રાજકીય ગરમી ચરમસીમા ઉપર પહોંચી ગઈ હતી. પ્રથમ દિવસે મોદીએ મૈસુરુ, ઉડુપ્પી અને બેલગામીમાં ચૂંટણી સભા સંબોધી હતી અને કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીના ૧૫ મિનિટના પડકારને સ્વિકારતા તેમને ખુલ્લો પડકાર ફેંક્યો હતો. કર્ણાટકના ચામરાજનગરના સંધામારાહલ્લીની ચૂંટણી સભામાં મોદીએ રાહુલ ગાંધી પર એક પછી એક પ્રહારો કર્યા હતા. છેલ્લા કેટલાક સમયથી રાહુલ દ્વારા આપવામાં આવેલા નિવેદનોના એક પછી એક જવાબ મોદીએ આપ્યા હતા. મોદીએ ૧૫ મિનિટના પડકારને સ્વિકારતા કહ્યું હતું કે, તેમને પણ કર્ણાટકના ચૂંટણી અભિયાનમાં કોઇપણ કાગળ જાયા વગર ૧૫ મિનિટ રાજ્ય સરકારની સિદ્ધિઓ ગણાવી દેવા મોદીએ પડકાર ફેંક્યો હતો. મોદીએ પોતાના અંદાજમાં કહ્યું હતું કે, કોંગ્રેસ પ્રમુખે હાલમાં જ તેમને પડકાર ફેંક્યો હતો જેમાં તેમને કહ્યું હતું કે, જા તેઓ સંસદમાં ૧૫ મિનિટ બોલશે તો મોદી બેસી પણ શકશે નહીં. આ સાંભળીને તેમને યાદ આવે છે કે, વાહ ક્યા સીન હૈ. કોંગ્રેસના પ્રમુખ બિલકુલ યોગ્ય વાત કરી રહ્યા છે. તમે નામદાર છો. જ્યારે અમે કામદાર છીએ. નામદારની સામે કામદાર બેસી શકવાની સ્થિતિમાં હોઈ શકે નહીં. આપની સામે બેસવાના અધિકાર અમારી પાસે નથી. મોદીએ રાહુલને ૧૫ મિનિટના પડકારને સ્વિકાર કરતા કહ્યું હતું કે, રાહુલને તેઓ પડકાર ફેંકે છે કે, હિન્દી, અંગ્રેજી અથવા તો તેમની માતા સોનિયા ગાંધીની ઇટાલીની ભાષામાં પણ માત્ર ૧૫ મિનિટ કાગળ લીધા વગર રાજ્ય સરકારની સિદ્ધિઓ રાજ્યના લોકોની વચ્ચે રાહુલ ગાંધી જા વાંચી બતાવે તો રાજ્યની પ્રજા સમજી જશે કે તેમની વાતમાં દમ છે.ચૂંટણી બાદ કેટલાક નવા રાજકીય સમીકરણ રચાઇ શકે છે. કર્ણાટકમાં કોની સરકાર બનશે તે અંગે માહિતી ૧૫મી મેના દિવસે જ મળશે. ભાજપ અને કોંગ્રેસ બન્ને સૌથી મોટી લડાઇ લડી રહ્યા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY