કર્ણાટકની ચૂંટણી સૌથી વધુ મોંઘી : અંદાજે ૧૦,૦૦૦ કરોડનો ધુમાડા

0
13

ન્યુ દિલ્હી,તા.૧૫
એક સર્વેક્ષણ પ્રમાણે તાજેતરમાં કર્ણાટકમાં થયેલી ચૂંટણી વખતે ઉમેદવારો અને પક્ષોએ કરેલા ખર્ચની દૃષ્ટિએ દેશની અત્યાર સુધીની સૌથી મોંઘી ચૂંટણી હતી. એક સંસ્થાએ કરેલા સર્વેક્ષણ પ્રમાણે કર્ણાટકની વિધાનસભાની ચૂંટણી વખતે રાજકીય પક્ષો અને એમના ઉમેદવારોએ કરેલો ખર્ચ રૂ. ૯,૫૦૦થી ૧૦,૫૦૦ કરોડની વચ્ચેનો હતો, જે ૨૦૧૩ની વિધાનસભાની ચૂંટણી વખતે થયેલા ખર્ચના બમણાથી વધુ હતો.
સર્વેમાં એવો દાવો કરાયો હતો કે આ ગણતરીમાં વડા પ્રધાને કરેલા પ્રચાર વખતે થયેલો ખર્ચ ઉમેરવામાં નથી આવ્યો. સંસ્થાએ પાછલા વીસ વર્ષના કરેલા સર્વેક્ષણ પ્રમાણે સાધારણ રીતે વિધાનસભાની ચૂંટણી વખતે કર્ણાટકમાં અન્ય રાજ્યોની તુલનામાં વધારે ખર્ચ થતો હોય છે. એ રીતે જાવા જઇએ તો દેશમાં કર્ણાટક, આંધ્ર પ્રદેશ અને તમિળનાડુમાં ચૂંટણી વખતે દેશમાં સૌથી વધારે ખર્ચ થતો હોય છે.
સંસ્થાના અંદાજ અનુસાર ૨૦૧૪ની લોકસભાની ચૂંટણી વખતે રાજ્યમાં રૂ. ૩૦,૦૦૦ કરોડનો ખર્ચ થયો હતો અને આ હિસાબે ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી વખતે કદાચ રૂ. ૫૦,૦૦૦થી રૂ. ૬૦,૦૦૦ કરોડનો ખર્ચ થવાની શક્યતા છે.
કર્ણાટકની ચૂંટણી વખતે ઉમેદવારોનો વ્યક્તિગત ખર્ચ ૭૫ ટકા વધ્યો હતો અને ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી વખતે એ ૫૫-૬૦ ટકા વધવાની શક્્યતા જણાય છે અને રાજકીય પક્ષોના ખર્ચમાં ૨૯-૩૦ ટકા વધારો થઇને રૂ. ૧૨,૦૦૦ કરોડથી રૂ. ૨૦,૦૦૦ કરોડ વધવાની શક્યતા જણાય છે.
રાજ્યમાંથી ચૂંટણી પંચે જપ્ત કરેલા રૂપિયા સો કરોડની રોકડ રકમની વાત ઘણું બધું કહી જાય છે.
સંસ્થાના જણાવ્યા અનુસાર ઉપરોક્ત આંકડા મીડિયાના ફિલ્ડ રિપોર્ટ, પત્રકારોએ આપેલી માહિતી અને વિવિધ સ્તરના મુખ્ય કાર્યકર્તાઓ સાથે કરેલી ચર્ચાના આધારે માંડવામાં આવ્યા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY