કર્ણાટક ચૂંટણીની ભરપાઇ કરવા પેટ્રોલ-ડીઝલમાં સતત બીજા દિવસે વધારો

0
10

દિલ્હીમાં પેટ્રોલ ૭૫ની નજીક પહોંચ્યુ
ન્યુ દિલ્હી,તા.૧૫
એક તરફ કર્ણાટક ચૂંટણીના પરિણામો જાહેર થઇ રહ્યા છે ત્યારે ફરી એક વખત પેટ્રોલ-ડીઝલ મોંઘુ થઇ ગયું છે. આશરે ૧૯ દિવસ પછી ઓઇલ કંપનીઓએ ભાવ વધારવાનું શરૂ કર્યું છે અને તેમાં પણ બે જ દિવસમાં જ ઓઇલ કંપનીએ પેટ્રોલ પર ૩૨ પૈસા અને ડીઝલ પર લગભગ ૪૩ પૈસાનો વધારો કરી દેવામાં આવ્યો છે.
આજે મંગળવારે દિલ્હીમાં પેટ્રોલ ૭૫ રૂપિયાની નજીક પહોંચી ગયું છે. સોમવાર બાદ મંગળવારે પણ ઓઇલ કંપનીઓએ પેટ્રોલ પર ૧૫ પૈસાનો વધારો કર્યો છે. આ પહેલાં પેટ્રોલ ૫ વર્ષના ઉચ્ચતમ સ્તર ૭૪.૯૫ પૈસા પર પહોંચી ગયું છે. ડીઝલની વાત કરીએ તો દિલ્હીમાં તેનો ભાવ ૬૬.૩૬ પર પહોંચી ગયો છે. ડીઝલનો આ ભાવ અત્યાર સુધીનો રેકોર્ડ સ્તર પર છે.
ખાસ વાત એ છેકે ઓઇલ કંપનીઓએ ૨૪ એપ્રિલ પછી પેટ્રોલ-ડીઝલના ભાવમાં થનાર ફેરફારને ટૂંક સમય માટે બંધ કરી દીધા હતા. પરંતુ કર્ણાટક ચૂંટણીનું મતદાન પૂર્ણ થતાં જ સોમવારે કંપનીઓએ ભાવ વધારવાનું શરૂ કરી દીધું છે. સોમવારે પેટ્રોલ પર ૧૭ પૈસા અને ડીઝલ પર ૨૧ પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો. પહેલાંથી જ નક્કી હતું કે કંપનીઓ પોતાનું નુકસાને પહોંચવા માટે વધારો શરૂ કરી દેશે. માટે બે દિવસમાં પેટ્રોલ ૩૨ પૈસા અને ડીઝલ ૪૩ પૈસા મોંઘુ થઇ ગયું છે.
જો ગુજરાતની વાત કરવામાં આવે તો અમદાવાદમાં પેટ્રોલનો આજનો ભાવ રૂ. ૭૩.૯૮ પ્રતિ લિટર છે, જે ગઇકાલે રૂ. ૭૩.૮૧ પ્રતિ લિટર હતો. રાજકોટમાં આજનો ભાવ રૂ. ૭૩.૮૪ પ્રતિ લિટર, સુરતમાં ૭૩.૯૧ પ્રતિ લિટર વડોદરામાં ૭૩.૬૮ પ્રતિ લિટરનો ભાવ છે.
ક્રૂડ ઓઈલનો ભાવ ૭૮ ડોલર પ્રતિ બેરલની પાર થઇ ગયું છે, તો બીજી તરફ નાયમેક્સ પર ક્રૂડના ભાવ ૭૧ ડોલર પ્રતિ બેરલની પાર નિકળી ચૂક્્યું છે. આ પહેલાં કાચું ઓઇલ ૨૦૧૪માં આટલું મોંઘુ ન હતું. લગભગ ૪ વર્ષ બાદ કાચા તેલના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY