૨૦ કરોડથી વધુના ખર્ચે કાલુપુર રેલવે સ્ટેશનની કાયાપલટ કરાશે

0
104

અમદાવાદ,
તા.૩૦/૦૩/૨૦૧૮

અમદાવાદ રેલવે સ્ટેશનને નવા સાજ- શણગાર..

અમદાવાદ રેલવે સ્ટેશનને હવે નવા રંગરૂપ આપવામાં આવશે. રેલવે સ્ટેશન પર હવે એરપોર્ટ જેવી અત્યાધુનિક સુવિધાઓ ઉપ્લબ્ધ કરાવવામાં આવશે. રૂપીયા ૨૦ કરોડથી વધુના ખર્ચે કાલુપુર રેલવે સ્ટેશનની કાયાપલટ કરવામાં આવશે. બુલેટ ટ્રેનનું મુખ્ય સ્ટેશન કાલુપુર રેલવે સ્ટેશન રાખવામાં આવ્યું છે. જેને કારણે સાબરમતી રેલવે સ્ટેશનની સંપૂર્ણ કાયાપલટ થવાની છે પરંતુ હવે કાલુપુર રેલવે સ્ટેશન પણ મુસાફરો માટે અત્યંત સુવિધાયુક્ત બની રહેશે.

તાજેતરમાં રેલવે સ્ટેશનનના રી ડેવલપમેન્ટમેન્ટની યાદી જાહેર કરવામાં આવી છે જેમાં અમદાવાદ, વડોદરા અને રાજકોટનો સમાવેશ કરવામાં આવ્યો છે. રેલવે સ્ટેશન ઝોન કક્ષાએ વેસ્ટર્ન રેલવે દ્વારા ડેવલપ કરવામાં આવશે. અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનનો સમાવેશ વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશનમાં થાય તે પ્રમાણે તેને ડેવલપ કરવામાં આવશે. આ પહેલા રેલવે સ્ટેશન લોકભાગીદારીથી ડેવલપ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ હવે રેલવે તંત્ર જાતે જ રી-ડેવલપમેન્ટનું કામ કરશે. જેનાથી મુસાફરોની સુવિધામાં અનેકગણો વધારો થશે.

પ્લેટફોર્મ નંબર -૧ પરનું ફ્લોરિંગ ગ્રેનાઈટથી કવર કરવામાં આવશે જેના કારણે દેખાવની સાથે ચોખ્ખાઈ પણ વધશે. તમામ પ્લેટફોર્મના રુફના પતરા બદલીને કલરફુલ ગેલ્વેનાઈઝ પતરા રાખવામાં આવશે. હાલમાં ઉપયોગમાં લેવાઈ રહેલી લાઈટો બદલીને ડેકોરેશન સાથેની એલઈડી લાઈટો નાંખવામાં આવશે. પ્લેટફોર્મ પર હાઈનાસ્ટ લાઈટિંગ નાખવામાં આવશે. મુસાફરો માટે સુવિધાજનક સ્ટેનલેસ સ્ટીલની બેઠકો મુકવામાં આવશે. તો દિવ્યાંગો માટે દરેક પ્લેટફોર્મ પર વ્હીલચેર, સિનિયર સિટીઝનો માટે બેઠક વ્યવસ્થા તો આ સાથે જ લીફ્ટ અને રેમ્પની પણ વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. મોટાભાગના રેલવે પ્લેટફોર્મ પર એટીએમની સુવિધા ઉપ્લબ્ધ કરાશે. તો આ સીવાય આવતી જતી ટ્રેન માટે એલઈટી ડિસ્પ્લે, પીવાના પાણીની પરબ, ડિસ્પોઝેબલ ગ્લાસ સહિતની સુવિધાઓ ઉપ્લબ્ધ કરાશે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY