સુરત,
તા.૩૦/૦૩/૨૦૧૮
સુરતમાં દરિયા કિનારે આવેલા રાજગરી ગામમાં લોકો ચેરના વૃક્ષોનું નિકંદન કાઢી રહ્યા હોવાની માહિતી સાંપડતા વન વિભાગની ટીમ ચેકિંગ માટે ગઈ ત્યારે આ ટીમ પર સ્થાનિક લોકોએ હુમલો કર્યો હતો. જેમાં ત્રણમાંથી બે અધિકારીને ઇજા થઈ હતી. જે બન્નેને સારવાર માટે નવી સિવિલ હોસ્પટલે ખસેડવામાં આવ્યા હતા.
હજીરા વિસ્તારમાં આવેલા રાજગરી ગામે ચેરના ઝાડની તપાસ માટે ગયેલા વન વિભાગના બે અધિકારી પર હુમલો થતા તેમને મોડી સાંજે સિવિલ હોસ્પટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.વન વિભાગના અધિકારીઓએ હજીરા પોલીસ સ્ટેશનમાં હુમલાની ફરિયાદ કરી છે.
પૂર કે સુનામી જેવા સમયે રક્ષણ આપવા માટે દરિયા કાંઠે ચેરના ઝાડના વાવેતર વન વિભાગ દ્વારા કરવામાં આવે છે. વન વિભાગને એવી ફરિયાદ મળી હતી કે રાજગરી ગામ પાસે કેટલાક લોકો ચેરના ઝાડને ઉખેડીને ફેંકી દે છે. આ બાબતે વન વિભાગના ત્રણ અધિકારીઓ ગુરુવારે રાજગરી ગામે તપાસ કરવા ગયા હતા. ત્યાં ઊભેલા ટોળા સાથે જીભાઝોડી થતા વન વિભાગના જિતેન્દ્ર બારોટ અને ચંદ્રકાંત પટેલને લોકોએ માર માર્યો હતો જયારે વી.એન. સુરમા નામના અધિકારી બચી ગયા હતા. ઇજાગ્રસ્ત બન્ને અધિકારીઓને સિવિલ હોસ્પટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ઘટનાની જાણ થતાં જ હજીરા પોલીસની ટીમે ઘટનાસ્થળે પહોંચી જઈ હુમલાખોરોને પકડી પાડવાનાં ચક્રો ગતિમાન કર્યાં હતાં.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"