ચેન્નાઇ,તા.૩૦
દ્રમુક પ્રમુખ અને તામિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી એમ. કરૂણાનિધિ છેલ્લાં ૩ દિવસથી ICUમાં દાખલ છે. રવિવારે તબિયત વધુ બગડ્યાં બાદ તેમની સ્થિતિમાં સુધારો આવ્યો છે. કાવેરી હોસ્પિટલે રાત્રે ૧૦ વાગ્યે હેલ્થ બુલેટિન જાહેર કરી તેની માહિતી આપી હતી. કરૂણાનિધિના હજારો સમર્થકો હોસ્પિટલની બહાર એકઠાં છે. રવિવારે ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડૂએ તામિલનાડુના રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતની સાથે કરૂણાનિધિની તબિયત જાવા હોસ્પિટલ ગયા હતા. તો મુખ્યમંત્રી ઇ.પલાનીસામીએ પોતાના તમામ કાર્યક્રમો રદ કરી મોડી રાત્રે સલેમથી ચેન્નાઈ પહોંચ્યા હતા.
૯૪ વર્ષના કરૂણાનિધિ છેલ્લાં બે વર્ષથી સક્રિય રાજકારણથી દૂર છે. ગુરૂવારે યુરિન ઈન્ફેકશનના કારણે તેમની તબિયત લથડી હતી. જે બાદ શુક્રવારે તેમને કાવેરી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતા. શનિવારે તેમનું બ્લડ પ્રેશર પણ લો થઈ ગયું હતું. જે બાદ ICUમાં શિફ્ટ કરવામાં આવ્યાં હતા. કરૂણાનિધિના પરિવારે રવિવારે તેમની એક તસવીર પણ જાહેર કરી હતી.
તામિલનાડુના મુખ્યમંત્રી ઇ. પલાનીસામીએ કરૂણાનિધિની મુલાકાત કરી હતી. અને જણાવ્યું કે તેઓ પહેલાંથી દુરસ્ત છે અને તેમની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે. ICUમાં કાવેરી હોસ્પિટલમાં મુલાકાત કર્યાં બાદ આ જાણકારી આપી હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"






