લંડન,તા.૩૦
યુકે ગવર્મેન્ટે આર્મીને નો-ડીલ બ્રેક્ઝિટ બાદ સ્ટેન્ડ બાય રહેવાનો આદેશ છે. નો-ડીલ બ્રેક્ઝિટને ધ્યાનમાં રાખીને યુકે આર્મ્ડ ફોર્સને બ્લૂપ્રિન્ટ્સ મોકલવામાં આવી છે, જેમાં આર્મ્ડ ઓથોરિટીઝને સિવિલ ઇમરજન્સી માટે તૈયાર રહેવાનું જણાવાયું છે. બ્રિટન અને યુરોપિયન યુનિયન વચ્ચે થવા જઇ રહેલી ‘નો-ડીલ’ ઇવેન્ટમાં યુકે ગવર્મેન્ટ ઇયુ સાથે જે એગ્રીમેન્ટ કરશે તેમાં સહમતિ નહીં બને તો, ભવિષ્યમાં ખાદ્ય અને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની તંગી થવાની શક્તાયાઓ છે. આર્મીએ આ દરમિયાન લોકોને ખાદ્ય પદાર્થો, સિવિલ અને મેડિકલ ઇમરજન્સી માટે તૈયાર રહેવું પડશે. આ સપ્લાય માટે હેલિકોપ્ટર અને આર્મી ટ્રક્સનો ઉપયોગ કરવામાં આવશે.
યુકે મિનિસ્ટરે મીડિયાને જણાવ્યા અનુસાર, નો-ડીલ બાદ મુખ્ય બંદરો (પોર્ટ) બંધ થવાની શક્્યતાઓ છે. જેના કારણે આગામી દિવસોમાં ખાદ્ય, ફ્યૂઅલ અને મેડિકલ સામગ્રીઓની તંગી થવાની ચેતવણી જાહેર કરવામાં આવી છે.
પોર્ટ બ્લોકેજનો અર્થ છે, ઇયુ સાથે એગ્રીમેન્ટ બાદ યુકે યુરોપિયન યુનિયનની બોર્ડર પર આવતા પોર્ટનો કે અન્ય દેશો યુકેના પોર્ટ બોર્ડરનો ઉપયોગ નહીં કરી શકે.
મિનિસ્ટરે જણાવ્યું કે, આગામી દિવસોમાં નો-ડીલને ધ્યાનમાં રાખીને આકસ્મિક સિવિલ પ્લાનિંગ કરવામાં આવ્યા છે. આ કોઇ વિચારોના ઘોડાપૂર નથી પરંતુ સરકાર વાસ્તવિકતાને ધ્યાનમાં રાખીને આ પગલાંઓ લઇ રહી છે.
યુકેની ડિફેન્સ મિનિસ્ટ્રીના સૂત્રોના જણાવ્યા અનુસાર, આર્મીને કોઇ ફોર્મલ રિક્વેસ્ટ મોકલવામાં આવી નથી. સિવિલ સામગ્રીઓ પુરી પાડવા માટે બ્લૂપ્રિન્ટ્સ મોકલવામાં આવી છે. જેમાં આગામી દિવસોમાં જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની તંગી થવાની શક્યતાઓનો ઉલ્લેખ છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




