ન્યુ દિલ્હી,
તા.૧૮/૪/૨૦૧૮
મક્કા મસ્જીદ કેસ : જાવેદ અખ્તરે એએનઆઈએ પર કટાક્ષ કર્યો
મક્કા મસ્જીદ બ્લાસ્ટ કેસમાં તમામ આરોપીઓના નિર્દોષ જાહરે થયા બાદ પ્રખ્યાત ગીતકાર જાવેદ અખ્તરે રાષ્ટીય તપાસ એજન્સી (એનઆઇએ) પર નિશાનો સાદ્યો છે. જાવેદ અખ્તરે એનઆઇએ પર વ્યગ્ય કરતા કહ્યું કે, હવે તેમની પાસે અંતર્ધાર્મિક લગ્ન કરાવવાનો સંપૂર્ણ સંય હશે. જાકે, જાવેદ અખ્તરના આ કોમેન્ટ બાદ બીજેપીએ પણ તેમના પર પગલવાર કર્યો છે. બીજેપીએ કહ્યું કે, કાશ તમારી પાસે કાંગ્રેસના હિંદુ આતંકવાદની પણ આલોચના કરવાની ઇમાનદારી હોતી.
તમને જણાવી દઇએ કે, વર્ષ ૨૦૦૭મા મક્કા મમસ્જીદ બ્લાસ્ટ કેસમાં એનઆઇએ કોર્ટે પૂરાવાના અભાવે અસીમાનંદ સહિત અન્ય આરોપીઓને પણ નિર્દોષ જાહેર કર્યા છે. વિપક્ષે આનઆઇએ પર ખોટી તપાસ અને યોગ્ય રીતે કાર્યવાહી નહી કરવાના આક્ષેપો લગાવ્યા છે. આ સંદર્ભમાં જ જેવેદ અખ્તરની પ્રતિક્રિયા પણ સામે આવી છે. જાવેદ અખ્તરે ટ્વીટ કરીને કહ્યું છે કે,’મિશન પૂર્ણ થયુ! મક્કા મસ્જીદ કેસમાં ભવ્ય સફળતા માટે એનઆઇએને મારી શુભેચ્છા. હવે તેમની પાસે ઇન્ટર ધાર્મિક લગ્નોની તપાસ કરવાનો સમય હશે.’
ખરેખર કેરળની ચર્ચાસ્પદ લવ જેહાદ કેસની તપાસ પણ એનઆઇએ પણ કરી રહી છે. જાકે, આ ટ્વીટના સામે આવતા જ બીજેપી જાવેદ અખ્તર પર હુમલો કરી રહી છે. બીજેપી પ્રવક્તા જીવીએલ નરસિમ્હાએ કહ્યું કે, જાવેદ અખ્તર કાશ આવી જ ઇમાનદારી કાંગ્રેસના હિંદુ ટેરરની આલોચનમાં દેખાડતા. જીવીએલે પોતાના ટ્વીટમાં વ્યંગ્ય કરતા લખ્યું છે કે, ફિલ્મોમાં તમે જેવી ફિક્શનલસ્ક્રીપ્ટ લખી છે તેનાથી જ રાહુલ ગાંધી પ્રેરણા લઇ રહ્યા છે. અથવા કથિત રીતે તમારા જ આઇડિયા મોત કા સોદાર માફક હિંદુ ટેરર પણ તમારા જ દિમાગની ઉપજ છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"