કાશ્મીરમાં હવે આતંકવાદીઓ મહિલાઓનો બુરખો પહેરીને હુમલા કરી રહ્યા છે

0
20

ન્યુ દિલ્હી,તા.૨
જમ્મુ-કાશ્મિર માં હવે આંતકવાદીઓએ સ્ત્રી વસ્રનો ઉપયોગ કરવા માંડ્યો છે. હાલમાં જ શોપિયાંની પોલીસ ચોકી પર હુમલાના બનાવમાં આંતકવાદીઓ ઇસ્લામિક સ્ત્રીઓના પારંપરિક પહેરવેશ બુરખાનો ઉપયોગ કરતા જાવા મળ્યા હતા. સૈન્ય માટે આ માહિતી ચિંતાજનક નિવડશે, કારણ કે છેલ્લા કેટલાક હુમલાઓમાં આંતકીઓએ બુરખા પહેરીને હુમલા કર્યા હતા. રવિવારે પોલીસ ચોકી પર હુમલામાં બુરખાધારી આંતકીઓએ એક પોલીસકર્મીની હત્યા કરી હતી અને તેની રાઇફલ લઇને પલાયાન થઇ ગયા હતા.
સૈન્યની જાણકારી મુજબ વિતેલા એક વર્ષમાં ડઝનથી વધારે ઘટનાઓમાં આંતકીઓએ બુરખાનો સહારો લીધો હતો. નોંધનીય છે કે સેનાની કડક કાર્યવાહી સામે બચવા માટે આંતકીઓ સ્ત્રી વસ્ત્રનો ઉપયોગ કરવા લાગ્યા છે. આ પ્રકારના આંતકવાદીઓ સામે કાર્યવાહી માટે સુરક્ષા દળો સર્ચ ઓપરેશન દરમિયાન મહિલા સુરક્ષાકર્મીઓને સાથે રાખવા વિચાર કરી રહી છે.
એક અધિકારી મુજબ, આ જાવામાં આવી રહ્યુ છે કે સર્ચ ઓપરેશન અને આંતકીઓની ઘેરાબંધી દરમિયાન સ્થાનિક લોકો, એમાં પણ ખાસ કરીને સ્ત્રીઓ ફ્રન્ટ પર આવી ગઇ છે. જેનો ફાયદો ઉઠાવી આંતકીઓ ભાગવામાં સફળ રહ્યા હતા. આ જ વર્ષે પ્રજાસત્તાક દિને અથડામણની એક ઘટનામાં બે મહિલાઓને અસમંજસમાં ગોળીઓ વાગી હતી. આ ઘટનામાં સુરક્ષા દળો દ્વારા હિઝબુલ મુજાહિદ્દીનના બે આંતકીઓને પકડવાની કાર્યવાહી ચાલી રહી હતી.
સુરક્ષા દળોએ આ બન્ને આંતકીઓને ઠાર કર્યા હતા. જેમની ઓળખ પાછળથી સમીર અહમદ વાની અને ફિરદોશ અહમદ તરીકે થઇ હતી. આ બન્ને આંતકીઓએ ભાગવા માટે બુરખાનો સહારો લીધો હતો.
ફેબ્રુઆરીમાં બુરખાધારી આંતકીઓએ એક હુમલાને સફળ બનાવ્યો હતો. લશ્કરના ડેપ્યુટી કમાન્ડર અબુ હંજુલ્લાહ ઉર્ફે નાવેદ જટને બુરખાધારી આંતકીઓ હોસ્પિટલમાં હથિયાર આપી ગયા હતા, જે પછી તે બે પોલીસકર્મીઓને ગોળી મારીને અન્ય ચાર સાથે ફરાર થવામાં સફળ રહ્યો હતો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY