શ્રીનગર,તા.૧૩
જમ્મુ કાશ્મીરમાં ૧૩ વર્ષના લાંબા ગાળા બાદ યોજાઇ રહેલી સ્થાનિક ચૂંટણીના ત્રીજા તબક્કા માટે આજે સવારે શાંતપૂર્ણ રીતે મતદાનની શરૂઆત થઇ હતી. શરૂઆતમાં જ કેટલીક જગ્યાએ લાંબી લાઇન જાવા મળી હતી. જ્યારે કેટલાક મથકો ખાલીખમ દેખાયા હતા.આ તબક્કામાં જે વિસ્તારમાં મતદાન થઇ રહ્યુ છે તેમાં મોટા ભાગના અલગતાવાદીઓના પ્રભાવ હેઠળના રહેલા છે. કેટલાક વોર્ડ દક્ષિણ કાશ્મીરમાં હોવાના કારણે ઓછા મતદાનની શક્યતા પહેલાથી જ વ્યક્ત કરવામાં આવી રહી છે. કાશ્મીર ખીણમાં વર્ષ ૧૯૮૯માં ત્રાસવાદની શરૂઆત થઇ હતી. ત્યારબાદથી સામાન્ય રીતે ત્યાં મતદાનની ટકાવારી ઓછી રહી છે. ઉત્તર કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં ૧૩ વોર્ડમાં મતદાનની ટકાવારી વધારે રહેવાની શક્યતા છે. બીજા તબક્કામાં ૧.૨૬ લાખ મતદારો વાળા જમ્મુમાં ૮૦ ટકા મતદાન થયુ હતુ. જ્યારે ૨.૨૦ લાખ મતદારો ધરાવનાર કાશ્મીરમાં ઓછુ મતદાન થયુ હતુ. અહીં માત્ર ૩.૪ ટકા મત પડ્યા હતા. બીજા તબક્કામાં ૩.૪૭ લાખ મતદારો હતા અને ૩૧.૩ ટકા મતદાન થયુ હતુ. સેના અને અર્ધલશ્કરી દળના ૧૦ હજારથી પણ વધારે જવાનો સુરક્ષામાં ગોઠવી દેવામાં આવ્યા છે. જમ્મુ કાશ્મીરમાં સ્થાનિક ચૂંટણીમાં ત્રીજા તબક્કામાં ૯૬ વોર્ડોમાં સ્થાનિક ચૂંટણી યોજાઇ રહી છે. આજે ત્રીજા તબક્કામાં મતદાન થઇ રહ્યુ છે. ચૂંટણી અધિકારીઓના કહેવા મુજબ સામાન્ય લોકો માટે મતદાન કરવા માટેનો સમય સાત વાગ્યાથી રાખવામાં આવ્યો છે. સવારે સાત વાગે મતદાનની શરૂઆત થયા બાદ કેટલાક રાજકીય પક્ષોના બહિષ્કાર વચ્ચે મતદાન કરવા માટે લોકો આગળ આવ્યા હતા. સાંજે ચાર વાગે સુધી મતદાન ચાલનાર છે. કેટલાક વિસ્તારોમાં સેના અને કેન્દ્રિય દળોના વધારાના જવાનો ગોઠવી દેવામાં આવ્યા છે. જમ્મુ કાશ્મીરમાં મુખ્ય ચૂંટણી અધિકારી શાલીન કાબરાના કહેવા મુજબ સ્થાનિક ચૂંટણીના ત્રીજા તબક્કા માટે શાંતિપૂર્ણ રીતે મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે. તમામ જગ્યાએ ઇવીએમ મારફતે મતદાન કરવામાં આવી રહ્યુ છે. આ તમામ મતદાન વિસ્તારમાં સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે.વહીવટી તંત્ર ે ઉમેદવારોને સુરક્ષિત જગ્યાએ રાખ્યા છે. ભયમુક્ત ચૂંટણી કરવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. બીજી બાજુ ચૂંટણીનો બહિષ્કાર કરનાર હુરિયત કોન્ફરન્સના નેતા મીરવાઇઝ ઉમર ફારૂકને નજર કેદ હેઠળ રાખવામાં આવ્યા છે. હવે ચોથા તબબક્કામાં ૧૬મી ઓક્ટોબરના દિવસે ૧૩૨ વોર્ડમાં મતદાન થનાર છે. ત્રાસવાદીઓ લોકોને સ્થાનિક ચૂંટણીથી દુર રહેવા માટે ધમકી આપી ચુક્યા છે. હુરિયતના લોકોએ તો ચૂંટણીનો બહિષ્કાર કરવા માટે આદેશ કર્યો છે. જા કે ધમકી છતા મોટી સંખ્યામાં લોકો મતદાન કરવા માટે આગળ આવી રહ્યા છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



