તાંત્રિકનો અશ્લીલ વીડિયો વાયરલ કરનાર આરોપી જેલમાં ધકેલાયો

0
26

આરોપી ભીમરાડના રહીશ જયેશ પટેલના બે દિવસના રિમાન્ડ પૂરા થયા
સુરત, તા. ૦૭
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, મહુવા વિસ્તારની પરિણીતાને તાંત્રિક વિધિ કરવાના બહાને સાપુતારા વૈશાલી ગેસ્ટ હાઉસમાં લઈજઈ બળાત્કાર ગુજારનારા બીલીમોરાના તાંત્રિક શૈલેષ નાયકાનો અશ્લીલ વીડિયો વ્હોટસએપ પર વાયરલ કરવામાં આવ્યો હતો. મહુવા પોલીસ મથકમાં પીડિતાએ તંત્રિક શૈલેષ નાયકા, ભીમરાડ ડુંગરી ફળિયાના જયેશ પટેલ અને તેમના પુત્ર આકાશ પટેલ સામે, બળાત્કાર તથા આઈટી એકટનો ગુનો દાખલ કર્યો હતો. પોલીસેઆ ગનામાં તાંત્રિક શૈલેષ નાયકાની ધરપકડ કરી કોર્ટમા઼ રજૂ કરી રિમાન્ડ પણ મેળવ્યા હતા. આ રિમાન્ડ પુરા થતા તેમને જેલમાં મોકલી આપવામાં આવ્યા હતા. આ ગુનામાં તાંત્રિકનો અશ્લીલ વીડિયો વાયરલ કરનારા ભીમરાડના જયેશ પટેલની પોલીસે- ઉધના મગદલ્લા રોડ પરથી ધરપકડ કરી હતી. બારડોલી પોલીસે તેને કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા તા. આ અંગે રિમાન્ડ દરમિયાન સીપીઆઈ ચૌહાણ આરોપીઓ પાસેથી ગુનામાં વપરાયેલ મોબાઈલ ફોન પણ કબજે કરી એફએસએલમાં મોકલી આપ્યો હતો. પોલીસે મેળવેલા બે દિવસના રિમાન્ડ પૂરા થતા તેને જેલમાં મોકલી આપ્યો હોવાનું જણાવ્યું હતું.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY