ન્યુ દિલ્હી/શ્રીનગર,તા.૨૩
જમ્મુ-કાશ્મીરમાં રાજ્યપાલ શાસન લાગુ કર્યા બાદ હવે સુરક્ષા એજન્સીઓ આતંકવાદીઓને ઠાર તો કરશે પણ હવે તેમને દફનાવવાનો નિર્ણય પણ જાતે જ લેશે. કાશ્મીર ખીણમાં સક્રિય આતંકવાદી સંગઠનોમાં સ્થાનીય નેતાઓને શામેલ થતા રોકવા માટે સુરક્ષા એજન્સીઓએ હવે અથડામણ બાદ આતંકવાદીઓના મૃતદેહને હવે જાતે જ દફનાવવાનો નિર્ણય લીધો છે.
સુરક્ષા એજન્સીઓએ કાશ્મીર ખીણમાં આતંકવાદીના જનાજા પર રોક લગાવવા માટે હવે અથડામણમાં ઠાર કર્યા બાદ તેના અંતિમ સંસ્કાર કરવા પોતે જ કરવાનો નિર્ણય લીધો છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે સ્થાનિય યુવાઓને આતંકવાદના માર્ગે જતા રોકવા માટે ગૃહ મંત્રાલય તરફથી મળેલી એડવાઈઝરી બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
જા ભૂતકાળ પર નજર કરવામાં આવે તો આ પહેલા અનેકવાર આતંકવાદીઓના જનાજામાં મોસ્ટ વોન્ટેડ કમાંડરો શામેલ થતા હોવાના અહેવાલ સામે આવતા રહ્યાં છે. આ ઉપરાંત જનાજાઓ વચ્ચે અનેક વાર સ્થાનિય યુવાઓ આતંકવાદી સંગઠનોમાં શામેલ થતા હોવાની વાત પણ સામે આવતી રહી છે. આતંકવાદીઓના મૃતદેહનો આઈએસ અને પાકિસ્તાની ઝંડાઓમાં લપેટીને તેમને દફનાવવામાં આવતા હોવાની ઠગલાબંધ તસવીરો બહાર આવતી રહી છે. આમ આ ઘટનાઓ બાદ અનેકવાર એવી માંગણી ઉઠી છે કે, જાહેરમાં કાઢવામાં આવતા જનાજા પર જ રોક લગાવવામાં આવે.
રાજ્યના ડીજીપી એસપી વૈદ્ય પણ કહી ચુક્્યા છે કે, જનાજામાં એકત્ર થનારી ભીડને રોકવા માટે પોલીસ કેટલીક રણનીતિઓ ઘડી રહી છે, જેનાથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ યથાવત રાખી શકાય. માનવામાં આવે છે કે, આતંકવાદીઓને જાતે જ દફનાવવાનો નિર્ણય પણ આ રણનીતિનો જ ભાગ છે.
કાશ્મીરમાં આ પેહલા પણ આતંકવાદીઓના જનાજાની અનેક તસવીરો અને વીડિયો વાઈરલ થઈ ચુક્યા છે. આ વીડિયોમાં અનેકવાર મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓને એકે-૪૭થી હવામાં ગોળીબાર કરતા, દેશ વિરોધી નારાઓ લગાવતા અને યુવાઓને ભોળવીને આતંકના માર્ગે શામેક થતા જાવા મળ્યાં છે. જનાજાઓમાં અનેકવાર સ્થાનિય યુવાઓ આતંકવાદી સંગઠનોમાં શામેલ થતા રહ્યાં છે અને તેમના ફોટાઓ પણ સોશિયલ મીડિયામાં સામે આવતાં રહ્યાં છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"