વડીલોની વાત માની હોત તો અખિલેશ યાદવ આજે મુખ્યમંત્રી હોત : શિવપાલ યાદવ

0
37

લખનઉ,તા.૨૩
સમાજવાદી પાર્ટીથી નારાજ ચાલી રહેલા શિવપાલ યાદવે પોતાના ભત્રીજા પૂર્વ મુખ્યમંત્રી અને સપાના અધ્યક્ષ અખિલેશ યાદવ પર નિશાન સાધ્યું છે. શિવપાલ યાદવે અખિલેશને સલાહ આપતા કÌšં કે જા તેણે વડીલોની વાત માની હોત તો તે બીજી વખત મુખ્યમંત્રી બન્યા હોત.
સપાના નેતા શિવપાલે જણાવ્યું કે અખિલેશ અને તેના પિતરાઇ ભાઇ એવા સાંસદ ધર્મેન્દ્ર યાદવને તેના ખોળામાં રમાડયા છે અને તેની પરવરિશ કરી અને ત્યાં સુધી કે તેના લગ્ન પણ કરાવ્યા પરંતુ યુવા પેઢી હવે કોઇનું સાંભળતી નથી. શિવપાલે જણાવ્યું કે જા વડીલોની વાત માની હોત તો આજે પ્રદેશમાં સમાજવાદી પાર્ટીની સરકાર હોત અને અખિલેશ ફરી મુખ્યમંત્રી બન્યો હોત અને બિહારમાં પણ સમાજવાદીની સરકાર બની હોત.
શિવપાલ યાદવે કÌšં કે નીચેના સ્તર સુધી પદાધિકારીઓ માટે સલાહ છે કે બધા વચ્ચે એકતા રહે અને લોકોને પણ એકજૂટ કરે. શિવપાલ યાદવે પાર્ટીના કાર્યકર્તાઓને અપીલ કરી કે સપા માટે એકથઇને કામ રે. અખિલેશ દ્વારા મહાગઠબંધનના પ્રયત્નો પરના સવાલના જવાબમાં જણાવ્યું કે તેઓ પાર્ટીના રાષ્ટÙીય અધ્યક્ષની વિચારસરણી પર કોઇ સવાલ ઉઠાવવા માગતા નથી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY