પીએમ મોદીએ એમ્સ જઈ પૂર્વ વડાપ્રધાન વાજપેયીના ખબર-અંતર પૂછ્યા

0
15

ન્યુ દિલ્હી,તા.૨૫
ગત ૧૪ દિવસથી એમ્સ હોસ્પિટલમાં દાખલ પૂર્વ વડાપ્રધાન વાજપેયીના ખબર અંતર પૂછવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે એમ્સ હોસ્પિટલની મુલાકાતે પહોંચ્યા હતા. એમ્સના તબીબોએ પૂર્વ પીએમ વાજપેયીની તબિયત અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાણકારી આપી હતી.
અચાનક વડાપ્રધાનની મુલાકાતને લઇને એમ્સ હોસ્પિટલની સુરક્ષા કડક કરવામાં આવી હતી. એક મળતાં અહેવાલ મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંદાજે ૪૦ મીનીટ હોસ્પિટલમાં રોકાયા હતા. જા કે હજી સુધી એમ્સ હોસ્પિટલમાંથી આ અંગે કોઇ જાણકારી સાર્વજનિક કરવામાં આવી નથી.
એક મળતાં અહેવાલ મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે રાત્રે અંદાજે ૮-૧૦ મીનીટે કડી સુરક્ષા સાથે પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીને મળવા એમ્સ પહોંચ્યા હતા. પીએમ મોદીની હોસ્પિટલની મુલાકાતને લઇને સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી હતી.
પીએમ મોદીનો કાફલો રાત્રે ૮-૫૦ કલાકે હોસ્પિટલમાંથી પરત રવાના થતો જાવા મળ્યો હતો. પૂર્વી પીએમ વાજપેયીના ખબરઅંતર પુછવાને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાતને લઇને કોઇને જાણકારી આપવામાં આવી નહોતી. ઉલ્લેખનીય છે કે એમ્સમાં સારવાર હેઠળ દાખલ પૂર્વ પીએમ વાજપેયીજી તબિયત ર બતાવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે તબિયત લથડતાં ૧૧ જૂનના રોજ પૂર્વ પીએમ વાજપેયીને એમ્સમાં ભરતી કરવામાં આવ્યા છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY