ન્યાયતંત્ર જ મજબૂત નથી તો દેશમાં કોઇ સલામત નથી : જસ્ટીસ ચેલામેશ્વર

0
12

ન્યુ દિલ્હી,
તા.૧૫/૪/૨૦૧૮

ન્યાયપાલિકા પર કાર્યપાલિકાની દખલઅંદાજથી સતત ખતરો વધી રહ્યો છે

‘જા નિષ્પક્ષ અને સ્વતંત્ર ન્યાયપાલિકા નથી તો દેશમાં કોઇપણ નાગરિક સુરક્ષિત નથી’ આ કહેવું છે સુપ્રીમ કોર્ટના સીનિયર જસ્ટીસ જે. ચેલમેશ્વરનું. શનિવારે નાગપુરમાં એનએલ મેમોરિયલ લેક્ચર દરમિયાન ‘રૂલ ઓફ લો અને રોલ ઓફ બાર’ પર બોલતા જસ્ટીસ ચેલમેશ્વરે આ વાત કહી. તેમણે જસ્ટીસ કે દેશમાં એક મજબૂત, નિષ્પક્ષ અને સ્વતંત્ર ન્યાયપાલિકા હોવી જરૂરી છે જેનાથી આવનારી પેઢીઓ ગૌરવ અને સન્માનની સાથે રહી શકે.

જસ્ટીસ ચેલમેશ્વરે કહ્યું કે ન્યાયપાલિકા પર કાર્યપાલિકાની દખલઅંદાજથી સતત ખતરો વધી રહ્યો છે. એટલે બાર કાઉન્સલને વિજિલન્સની ભૂમિકામાં આવવું જાઇએ. તેમણે ભ્રષ્ટાચાર અંગે કહ્યું કે ભ્રષ્ટાચાર હંમેશા આર્થિક લેવડ-દેવડથી જ જાડાયેલા નથી હોતો. જા તમે શોષિતોના પ્રત્યે અસંવેદનશીલ હશે તો એ પણ એક પ્રકારનો ભ્રષ્ટાચાર જ છે. આપણી જવાબદારી છે કે આપણે દરેક નાગરિકના ગરિમાપૂર્ણ જીવન અને સ્વતંત્રતાના અધિકારની રક્ષા કરીએ.

ભારતમાં દોષિત ગણાવાનો દર માત્ર ૫ ટકા છે, આ આંકડા પર જસ્ટીસ ચેલામેશ્વરે નિરાશા વ્યક્ત કરી. તેમણે તેના માટે સરકારી વકીલોને દોષિત ગણાવતા કહ્યું કે સરકારી વકીલ કેસનો પક્ષ વ્યવસ્થિત રીતે મૂકતા નથી. તેના લીધે દોષિત ગણાવાનો દર ખૂબ જ નીચો છે. તેમણે કહ્યું કે જા ન્યાયપાલિકા મજબૂ, દક્ષ અને જવાબદેહ નહીં હોય તો આ દેશમાં કોઇપણ વ્યક્તિ સુરક્ષિત રહી શકશે નહીં.

લોકતંત્રમાં ન્યાયપાલિકાની ભૂમિકાના વિષય પર વાત કરતા જસ્ટીસ ચેલમેશ્વરે બેંચના ગઠન અને વિભિન્ન જસ્ટીસસોના મામલાની વહેંચણીમાં સીજેઆઈની પ્રાથમિકતાના સવાલો પર જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે,’સીજેઆઇ, માસ્ટર ઓફ રોસ્ટર છે. બેશક સીજેઆઈની પાસે આ તાકાત છે. સીજેઆઈની પાસે બેંચ બનાવવાની શક્તિ છે પરંતુ સંવૈધાનિક પ્રણાલી અંતર્ગત દરેક અધિકારની સાથે કેટલીક ખાસ જવાબદારી છે.’

આપને જણાવી દઇએ કે જસ્ટીસ ચેલામેશ્વર અને સુપ્રીમ કોર્ટના બીજા ત્રણ વરિષ્ઠ જજાએ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસની કાર્યપ્રણાલી અને ન્યાયપાલિકામાં વ્યાપેલા ભ્રષ્ટાચારને લઇ ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા હતા. આઝાદ ભારતમાં આવું પહેલી વખત થયં કે જ્યારે સુપ્રીમ કોર્ટના ૪ જજાએ મીડિયાને સંબોધિક કર્યા હોય.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY