ઉત્તર પ્રદેશની ૬૪ જેલોમાં કેદીઓ માટે ૯૦૦ એલઈડી ટીવી લગાડવામાં આવશે

0
45

લખનઉ,તા.૧૦
ઉત્તર પ્રદેશની જેલોમાં બંધ કેદીઓને ટુંક સમયમાં મનોરંજન મળી શકશે. જેલ પ્રશાસન દ્વારા રાજ્યની મોટાભાગની જેલોમાં ૯૦૦ ટીવી લગાડવામાં આવશે.’ કેદીઓને શિક્ષણ અને મનોરંજન મળે એવા આશય સાથે અમે જેલોમાં ન્ઈડ્ઢ ટીવી લગાડીશુ.રાજ્યની ૭૨ પૈકી ૭૪ જેલોમાં કેદીઓ ટીવી જાઇ શકશે. આ માટે રૂપિયા ૩.૩૭ કરોડની ફાળવણી કરવામાં આવી હતી’એમ જેલના આઇજી પી.કે. મિશ્રાએ કહ્યું હતું.
આ સબંધમાં ટેન્ડરો આમંત્રિત કરાયા હતા અને ૩૦ નવેમ્બર સુધીમાં ટીવી સેટ ફિટ કરી દેવાશે. અમારી યોજના મુજબ, લખનઉ અને ગૌત્તમ બુધ્ધનગરમાં મહત્તમ ૩૦ ન્ઈડ્ઢ ટીવી ફિટ કરાશે જ્યારે બરેલી સેન્ટ્રલ જેલ અને જિલ્લા જેલમાં ૨૦-૨૦ એલઈડી ટીવી ફિટ કરાશે. મુરાદાબાદ, આઝમગઢ,ઇટાવા, વારાણસી, ગાઝીઆબાદ,મેરઠ અને ખેરી જેલમાં દરેકમાં એક એક ન્ઈડ્ઢ ટીવી સેટ ફિટ કરાશે.
જેલ સત્તાવાળાઓએ કહ્યું હતું કે એલઈડી ટીવી સેટ એટલા માટે આપવામાં આવશે કે જેથી કેદીઓ ચોક્કસ સમય દરમિયાન માહિતીપ્રદ શો અને અન્ય કાર્યક્રમો એક સાથે બેસીને જાઇ શકે.કેદીઓને વધુ સારી સુવિધાઓ આપવાના પ્રયાસમાં જેલ સત્તાવાળાઓ મોડયુલર કિચન પણ બનાવશે જેમાં રસોઇ કરવાના આધુનિક સાધનો હોય.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY