એચડીએફસી બેંકના લાપતા વાઈસ પ્રેસિડેન્ટનો મૃતદેહ મળ્યો

0
14

મુંબઈ,તા.૧૦
છેલ્લા પાંચ દિવસથી ગુમ થયેલી એચ.ડી.એફ.સી બેંકના વાઇસ પ્રેસિડેન્ટ સિદ્ધાર્થ સંઘવીની લાશ મુંબઇના કલ્યાણ વિસ્તારમાંથી મળી હતી. પોલીસે શંકાને આધારે એક વ્યકિતની ધરપકડ કરી હતી અને તેણે ગુનો કબુલ્યો હતો કે તેણે જ હત્યા કરી છે.
સિદ્ધાર્થ સંઘવી મુંબઇના પોશ ગણાતા માલાબર હિલ વિસ્તારમાં રહેતા હતા. ૫ સપ્ટેમ્બરના રોજ ઓફિસ છોડ્યા પછી તેઓ ગુમ હતા. તેઓ ઘરે પાછા ન આવતા તેમના પત્નિએ નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. સંઘવીની મારુતિ ઇગ્નિસ કાર નવી મુંબઇના ઐરોલી વિસ્તારમાંથી મળી આવી હતી. આ ગાડીમાં લોહીના નિશાન અને છરી મળી આવ્યા હતા.
તપાસ કરતા અધિકારીઓએ સંઘવી જે જગ્યાએ કામ કરતા હતા તે જગ્યાના સીસીટીવી ફુટેજ પણ ચકાસ્યા હતા. તેમના મોબાઇલનું છેલ્લુ ટાવર લોકેશન કમલા હિલ નજીક જાવા મળ્યું અને ત્યારબાદ તેમનો મોબાઇલ ફોન બંધ આવતો હતો.
આધારભૂત સુત્રોના જણાવ્યા અનુસાર, પોલીસે શંકાસ્પદ ૨૦ વર્ષના યુવાનની ધરપકડ કરી તેની પુછપરછ કરી હતી. તેણે એવુ કહ્યું હતુ કે, કોઇક બીજા વ્યકિતએ સિદ્ધાર્થ સંઘવીની હત્યા કરવા માટે ભાડે રાખ્યો હતો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY