રશિયા સાથે એસ-૪૦૦ મિસાઈલ,ઈરાન પાસેથી તેલ કરારના કારણે ટ્રમ્પ ભારતથી નારાજ..!! મોદીને ઝટકો : ટ્રમ્પે ગણતંત્ર દિવસ પર ભારત આવવાનું નિમંત્રણ ફગાવ્યું

0
12

વોશિંગ્ટન,તા.૨૮
રશિયા સાથે જી-૪૦૦ એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ ડીલ અને ઇરાન પાસે તેલ કરારના કારણે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગણતંત્ર દિવસ પર ચીફ ગેસ્ટ તરીકે ભારત આવવાવા મોદી સરકારના આમંત્રણને ફગાવી દીધું છે. અમેરિકન અધિકારીઓએ આ સંબંધમાં તાજેતરમાં જ ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલને એક પત્ર સોંપ્યો છે. કહેવાય છે કે આ પત્રમાં ટ્રમ્પે ભારત ના આવી શકવા માટે દુઃખ વ્યક્ત કર્યું છે. કહેવાય છે કે અમેરિકામાં કેટલાંક રાજકીય કાર્યક્રમ અને ટ્રમ્પનું સ્ટેટ ઓફ યુનિયન સંબોધન છે, જે ૨૬મી જાન્યુઆરીની થોડાક દિવસ પહેલાં અથવા તો ઠીક ત્યારબાદ નક્કી થઇ શકે છે.
આ મુદ્દા પર ટ્રમ્પની પ્રતિક્રિયા તેમના પૂર્વવર્તી રાષ્ટ્રપતિ બરાક ઓબામાના વિપરિત છે જે વર્ષ ૨૦૧૫મા તમામ સ્થાનિક જવાબદારીઓ છતાંય ગણતંત્ર દિવસ પર ભારત આવ્યા હતા. ટ્રમ્પે આ આમંત્રણ એવા સમય પર ઠુકરાવ્યું છે જ્યારે ભારત અને અમેરિકાની વચ્ચે સંબંધોમાં તણાવ આવ્યો છે. આ તણવાનું મુખ્ય કારણ રશિયાની સાથે ભારતનો રક્ષા કરાર અને ઇરાનથી તેલની આયાત છે.
આપને જણાવી દઇએ કે અમેરિકાના CAATSA (કાઉન્ટરિંગ અમેરિકાઝ અડવર્સરીઝ થ્રુ સેક્શન્સ એકટ)ની અંતર્ગત પ્રતિબંધોની ધમકી બાદ પણ ભારતે તાજેતરમાં રશિયાની સાથે જી-૪૦૦ એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ ડીલ ફાઇનલ કરી હતી. ત્યારબાદ રૂસના રાજદૂત નિકોલય કુદાશેવ એ એક ‘સ્વતંત્ર’ દેશ તરીકે ભારતના કામ કરવાના વખાણ કર્યા હતા. એટલું જ નહીં ભારતે ઇરાનથી તેલ આયાતને રોકવા અથવા તેમાં મોટો ઘટાડો કરવાની કોઇ સંભાવનને રદ્દ કરી દીધી છે.
આની પહેલાં ૨+૨ વાર્તા દરમ્યાન અમેરિકન રક્ષા મંત્રી માઇક પોંપિયો એ કહ્યું હતું કે અમેરિકા અપેક્ષા કરે છે કે ભારત પ્રતિબંધોથી બચવા માટે ૪ નવેમ્બર સુધી ઇરાનથી તેલ આયાત સંપૂર્ણપણે રોકી દેશે. બીજીબાજુ આ મુદ્દા પર ભારતે કહ્યુું હતું કે તે પોતાની ઉર્જા જરૂરિયાના આધાર પર કામ કરશે. એટલું જ નહીં ભારતની સાર્વજનિક ક્ષેત્રની કંપનીઓએ નવેમ્બર મહિના માટે ઇરાનને તેલનો ઓર્ડર પણ આપી દીધો છે.
અમેરિકન રાષ્ટ્રપતિના આ પત્રની સાથે જ લાંબા સમયથી ચાલતી આવતી એ અટકળો પણ સમાપ્ત થઇ ગઇ છે કે ટ્રમ્પ ભારત આવશે કે નહીં. કહેવાય છેકે ભારતે તેમને ફેબ્રુઆરીમાં આવવાનું આમંત્રણ મોકલ્યું હતું. પરંતુ અમેરિકાએ તેનો સ્વીકાર કર્યો નહીં. જા કે વાત એમ છે કે એનડીએ સરકાર પોતાના અંતિમ વર્ષમાં છે અને ભારતમાં મે મહિના સુધીમાં ચૂંટણી આવી શકે છે. કહેવાય છે કે તેને જાતા ભારતનું આમંત્રણ ઠુકરાવી દીધું છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY