ન્યુ દિલ્હી,તા.૯
દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા અને આક્ષેપ કરતા કહ્યું કે, કોંગ્રેસ કરતા ભારતીય જનતા પાર્ટી વધારે ભ્રષ્ટાચારી પાર્ટી છે.
ઉત્તરપ્રદેશમાં યોજાયેલા એક કાર્યક્રમમાં અરવિંદ કેજરીવાલની સાથે સાથે ભાજપનાં નેતા યશવંત સિન્હા અને ભાજપના સાસંદ શુસ્ત્રધન સિન્હાએ પણ હાજરી આપી હતી. ભાજપના આ બંને નેતાઓએ પણ નરેન્દ્ર મોદીની સરકાર પર આક્ષેપો કર્યા હતા.
અરવિંદ કેજરીવાલે વધુમાં જણાવ્યુ હતુ કે, પાંચ વર્ષ પહેલા લોકોએ જ્યારે કોંગ્રેસને હરાવીને ભાજપને સત્તા પર આવ્યુ હતુ ત્યારે લોકોને આશા હતી કે, દેશ કોઇ નવું પરિવર્તન આવશે પણ કોંગ્રેસ અને ભાજપ બંને પાર્ટીઓ ભ્રષ્ટાચારીઓ છે”.
કેજરીવાલે અનેક કૌંભાડનો પણ ઉલ્લેખ કર્યો હતો. જા કોંગ્રેસે ટુજી કોંભાડ કર્યુ તો ભાજપે સહારા-બિરલા ડાયરી કૌભાંડ કર્યુ, કોંગ્રેસે કોમનવેલ્થ કૌભાંડ કર્યુ તો ભાજપે લલિત મોદી કૌભાંડ કર્યુ, કોંગ્રેસે બોફોર્સ કૌભાંડ કર્યુ તો ભાજપે રફેલ કૌભાંડ કર્યુ. કેજરીવાલે વધુમાં કહ્યું કે, રફેલ સોદામાં ક્્યાંક કોઇએ પૈસા બનાવ્યા છે.
આમ આદમી પાર્ટીની સરકારે દિલ્હીમાં કરેલા આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રેના કામ વિશે વાત કરતા અરવિંદ કેજરીવાલે જણાવ્યુ કે, ભાજપ જ્યારે કેન્દ્રમાં સત્તા પર આવ્યુ ત્યારે જ આમ આદમી પાર્ટી દિલ્હીમાં સત્તા પર આવી. પણ આપ પાર્ટીએ દિલ્હીમાં કરેલા કામને મોદીની સરકારે કરેલા કામ સાથે સરખામણી કરો.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




