મુંબઈ,તા. ૬
શિવસેનાએ આજે કહ્યું હતું કે, કેન્દ્ર સરકારે દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર સાથે સહકાર કરવાની જરૂર છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને તેમનીરીતે કામ કરવાની તક મળવી જાઇએ. દિલ્હી સરકાર અને નાયબ રાજ્યપાલ વચ્ચે અધિકારોની વહેંચણીના વિષય પર સુપ્રીમ કોર્ટના આદેશ બાદ આમ આદમી પાર્ટીને સ્વતંત્રરીતે કામ કરવાની તક મળવી જાઇએ. શિવસેના તરફથી કહેવામાં આવ્યું છે કે, ઉપરાજ્યપાલ અને એએપી સરકાર વચ્ચે ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇચ્છે તો નાયબ રાજ્યપાલને નિયંત્રિત કરી શકે છે. સુપ્રીમ કોર્ટે બે દિવસ પહેલા એક ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો જેમાં કહ્યું હતું કે, એલજી એક ચૂંટાયેલી સરકારની સલાહ ઉપર કામ કરવા પર બંધાયેલા છે. એલજી સરકારની કામગીરી આડે અડચણો ઉભી કરી શકે નહીં. શિવસેનાએ પોતાના મુખપત્ર સામનામાં તર્કદાર દલીલો કરી છે. દિલ્હી સરકાર અને એલજી વચ્ચે ગતિરોધ ખતમ થાય તેવા પ્રયાસ થઇ રહ્યા છે. કેજરીવાલ અસરકારકરીતે કામગીરી અદા કરે તે જરૂરી છે. રાજકીય ગતિરોધ કેજરીવાલ અને એલજી વચ્ચે બલ્કે કેજરીવાલ અને નરેન્દ્ર મોદી વચ્ચેનો છે. આમા જણાવવામાં આવ્યું છે કે, મોદી લહેર છતાં એએપી સરકાર ૨૦૧૫માં પ્રચંડ બહુમતિ સાથે સત્તામાં આવી હતી. આમા કહેવામાં આવ્યું છે કે, લોકોના જનાદેશનું સન્માન થવું જાઇએ.
(સંપૂર્ણ સમાચાર સેવા)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"




