ભરૂચના કોલેજ રોડ પર થોડાં દિવસ પહેલા બે બાઇકોને આગ લગાડવામાં આવી હતી. અને હજુ તે આગ લગાડવાનું કારણ ખબર પડ્યું નથીને ત્યાં તો ગત મોડી રાતે પાર્ક કરેલ 3 બાઇકમાં કોઈ અસામાજિક તત્વો દ્વારા આગ લગાવી આગ લગાવી દેતાં ત્રણે બાઇકો આગમાં બળીને ખાખ થઈ હતી. ઘટનાની જાણ ફાયર વિભાગને કરતા, ફાયર ફાઈટર ઘટના સ્થળે આવી આગ પર કાબુ મેળવ્યો હતો.જોકે આગ ક્યાં કારણો સર લાગી છે તેની કોઈ જાણકારી મળી ન હતી.બનાવ સંદર્ભે સી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, ભરુચ કોલેજ પાસે કંપનીમાં કામ અર્થે જતા કર્મચારીઓ લેવા માટેની આવતી બસો કોલેજ પાસે આવતી હોય છે. કર્મચારીઓ પોતાની ગાડીઓ ત્યાંજ પાર્ક કરીને ભરુચની આજુબાજુ આવેલી કંપનીઓમાં જતા હોય છે.ત્યારે પોતાની બાઇક કોલેજ પાસે પાર્ક કરતા હોય છે.તેથી કોલેજ રોડ ગાડીઓની પર લાંબી કતારો જોવા મળે છે.
ભરુચ નગરપાલિકા દ્વારા પણ તાજેતરમાં જ એબીસી ચોકડી પાસેની ડપિંગ સાઈડ પર આવા વાહનો માટે પાર્કિગ બનાવામાં આવ્યું છે. જેનું કામ હાલ ચાલુ હોય ભરુચ એબીસી સર્કલથી માંડી છેક શ્રવણ ચોકડી સુધીના રોડ પર પાર્ક કરીને જતા લોકો માટે સુવિધા ઉભી થશે. હાલમાં પણ એબીસી સર્કલ પર પાર્કિંગ ઝોન કાર્યરત છે. પણ એમાં વાહનો નહીં પાર્ક કરી રોડ પર મૂકીને જતા કર્મચારીઓ ને આવી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે.
ધનંજય ઝવેરી:-9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




