કેલિફોર્નિયા,તા.૨૫
ફેસબુકે જાન્યુઆરી-માર્ચ ત્રિમાસિકમાં ૨.૪ અબજ ડોલર(૧૬,૭૬૬ કરોડ રૂપિયા)નો નફો જાહેર કર્યો છે. તે ગત વર્ષેના માર્ચ ત્રિમાસિકની સરખામણીમાં ૫૧ ટકા ઓછો છે. કંપનીએ ડેટા પ્રાઈવસી સાથે જાડાયેલા મામલામાં કાયદાકીય ખર્ચ માટે ૩ અબજ ડોલર ( ૨૦,૯૫૮ કરોડ રૂપિયા) અલગ રાખ્યા છે. આ કારણે નફામાં ઘટાડો થયો છે.
ફેસબુકના જણાવ્યા પ્રમાણે ડેટા પ્રાઈવસીના મામલામાં ફેડરલ ટ્રેડ કમીશન ૩થી ૫ અબજ ડોલરનો દંડ લગાવી શકે છે. જો કે આ માહિતીની રોકાણકારો પર કોઈ અસર થઈ નથી. બુધવારે આફ્ટર અવર્સમાં ફેસબુકનો શેર ૧૦% ચઢ્યો હતો.
જાન્યુઆરી-માર્ચ ત્રિમાસિકમાં ફેસબુકની રેવન્યુ ૨૬ ટકા વધીને ૧૫ અબજ ડોલરે(૧.૦૪ લાખ કરોડ રૂપિયાએ) પહોંચી ગઈ. પ્રતિ યુઝર સરેરાશ આવક ૧૬ ટકા વધીને ૬.૪૨ ડોલર થઈ ગઈ છે. ગત વર્ષ જાન્યુઆરી-માર્ચમાં આ ૫.૫૩ ડોલર હતી. ડેલી એકિટવ યુઝર્સની સંખ્યા ૮ ટકા વધી ૧.૫૬ અબજ થઈ છે. મંથલી એકિટવ યુઝર્સ પણ ૮ ટકા વધી ૨.૩૮ થયા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



