ભારત અને પાકિસ્તાની સરહદે સેના અને ડીઆરઆઈની મોટી કાર્યવાહી
શ્રીનગર,તા.૧૫
ડીઆરઆઈ દ્વારા ભારત અને પાકિસ્તાની સરહદે એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ડીઆરઆઈએ સેનાની સાથે મળીને ગત છ નવેમ્બરે અને ૧૨મી તથા ૧૩મી નવેમ્બરની રાત્રે ભારત અને પાકિસ્તાનની બોર્ડર પર બે ઓપરેશનને પાર પાડયા હતા. તેમણે મોટા પ્રમાણમાં હથિયારો, દારૂગોળો અને હેરોઈન જપ્ત કર્યા છે. ડીઆરઆઈના ડાયરેક્ટર ડી. પી. દાસે જણાવ્યુ છે કે તેમની ટીમને છેલ્લા કેટલાક દિવસોથી જાણકારી મળી રહી હતી કે પાકિસ્તાનથી મોટા પ્રમાણમાં હેરોઈન અને હથિયારોની કેપ બોર્ડર પાર કરીને ભારત આવવાની છે.
ડીઆરઆઈએ આની માહિતી સેનાની સાથે શેયર કરી અને બાદમાં છ નવેમ્બરે જમ્મુના અખનૂર વિસ્તારમાંથી ૨૧ કિલોગ્રામથી વધારે હેરોઈન જપ્ત કર્યું અને બે પિસ્તોલ તથા ચાર મેગઝીનને પણ જપ્ત કર્યા હતા. હેરોઈનના પેકેટ પર પાકિસ્તાનના લાહોરનું સરનામું લખેલું છે. જપ્ત કરવામાં આવેલા હેરોઈનની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં લગભગ ૧૦૫ કરોડ રૂપિયા હોવાનું જણાવવામાં આવે છે. ડીઆરઆઈનું કહેવું છે કે આ રૂપિયોનો ઉપયોગ નાર્કો ટેરરિઝમ હેઠળ કરવામાં આવ્યો હતો.
ડીઆરઆઈના ડાયરેક્ટર જનરલે કહ્યું છે કે આ એક મોટી કાર્યવાહી છે. આ વખતે અફઘાનિસ્તાનમાં અફીણનું મોટું ઉત્પાદન નોંધાયું છે. ત્યાંથી અફીણ પાકિસ્તાનમાં લાવવામાં આવે છે અને બાદમાં તેમાથી હેરોઈન બનાવીને તેને ભારતમાં મોકલવામાં આવે છે. જાણકારીને આધારે જ બારમી અને તેરમી નવેમ્બરે મધરાતે અખનૂર વિસ્તારના ગિગરિયાલ ગામની નજીક ડીઆરઆઈ અને સેનાએ સાથે મળીને એક ઓપરેશન પાર પાડયું હતું.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



