ચીનના ત્રણ જંગી જહાજ ઓસ્ટ્રેલિયન નેવીની મુલાકાત બાદ સિડની હાર્બર પહોંચ્યા

0
80

કેનબેરા,તા.૩
ઓસ્ટ્રેલિયાના સિડીની હાર્બરમાં ચીનના ત્રણ મોટાં યુદ્ધ જહાજ જાવા મળ્યા બાદ હોબાળો થયો છે. હાલમાં જ એક રિપોર્ટમાં ખુલાસો થયો હતો કે ઓસ્ટ્રેલિયાઈ નેવીએ વિવાદીત સાઉથ ચાઈના સીમાં મુલાકાત કરી હતી, ત્યારે ચીનના નેવી સાથે સામનો થયો હતો. એવું પણ કહેવાય છે કે ઓસ્ટ્રેલિયાઈ પાયલટ પર લેઝરથી નિશાન રખાયું હતું. આ સમાચારની વચ્ચે સોમવારે સવારે અચાનક ૭૦૦ નૌસૈનિકોની સાથે ત્રણ ચીની યુદ્ધ જહાજ સિડની હાર્બર પહોંચ્યા છે, જેનાથી તે વિસ્તારમાં તણાવ જાવા મળી રહ્યો છે.
સોલોમન આઈલેન્ડની યાત્રા પર ગયેલા વડાપ્રધાન સ્કોટ મોરિસને ઘટનાની ગંભીરતના ધ્યાનમાં રાખીને નિવેદન જાહેર કર્યું છે. તેમણે કહ્યુ છે કે, સામાન્ય લોકો માટે આ ચોંકાવનારી વાત હોઈ શકે છે પરંતુ સરકારને આ વિશે બધી ખબર છે. મોરિસને કહ્યુ કે, તાજેતરમાં જ ઓસ્ટ્રેલિયન યુદ્ધ જહાજ ચીન ગયા હતા. આ સંજાગોમાં આ ચીનની પારસ્પરિક મુલાકાત હતી. તેમના યુદ્ધના જહાજ મધ્યપૂર્વ (મિડલ ઈસ્ટ)થી ડ્રગ ટ્રાફિકિંગ ઓપરેશન પછી પરત આવ્યા હતા.
રિપોટ્‌ર્સમાં જણાવ્યા પ્રમાણે જે યુદ્ધ જહાજ હાર્બરમાં જાવા મળ્યા હતા તેમાં એક યુઝાઓ ક્લાસનું લેડિંગ શિપ, એક લુઓમા ક્લાસનું શિપ અને એક એન્ટી સબરમીન મિસાઈલ સિસ્ટમ યુક્ત શુચાંદ ક્લાસનું આધુનિક સબમરીન સામેલ છે. નિષ્ણાતો દ્વારા આ ત્રણેય સબમરીનની ઓસ્ટ્રેલિયાની મુલાકાત વિશે સવાલ ઉભા કરવામાં આવી રહ્યા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY