ન્યૂયોર્ક,તા.૩
અમેરિકાની જગવિખ્યાત એવિએશન કંપની બોઈંગએ કબૂલ કર્યું છે કે, એના ઘણા ૭૩૭ MAX ૮ વિમાનો સહિત કેટલાક ૭૩૭ વિમાનોની પાંખના ભાગમાં ટેકનિકલ ખરાબી રહી ગઈ છે. બોઈંગના ૭૩૭ MAX સીરિઝનાં વિમાનો દુનિયામાં સૌથી મહત્વના અને લોકપ્રિય છે, પરંતુ તાજેતરના ભૂતકાળમાં અમુક ગમખ્વાર દુર્ઘટનાઓ બન્યા બાદ તેને આ વિમાનોને હાલ સેવામાંથી હટાવી લેવાની ફરજ પડી છે. હવે આ વિમાનોને ફરી સેવામાં ઉતારવા માટે એ પ્રયત્નશીલ છે.
બોઈંગે સર્વિસ બુલેટિન બહાર પાડ્યું છે અને આ નિવેદનમાં જણાવ્યું છે કે વિમાનમાં રહી ગયેલી ખામીની જાણ અમે ઘણા વિમાન માલિકોને કરી દીધી છે, તેથી તેઓ એમની ચકાસણી કરી શકે. જા ઓપરેટરોને એમના વિમાનના ભાગોમાં કોઈ ખામી જણાય તો તેઓ એ વિમાનની બદલી કરાવી શકે છે.
બોઈંગ કંપની ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન નિયમો અનુસાર કામ કરે છે. એણે કહ્યુ છે કે દુનિયાના દેશોમાં જે એરલાઈન્સ ૭૩૭ વિમાનો ઉડાવે છે એમને અમે સલાહ આપી છે કે MAX અને NGવિમાનોનાં પાંખના ભાગોની ચકાસણી કરાવે. ૭૩૭ NG સીરિઝના વિમાનોમાં ૭૩૭-૬૦૦, -૭૦૦, -૮૦૦ અને -૯૦૦ વિમાનો આવે છે.
બોઈંગે કહ્યુ છે કે ઉક્ત વિમાનોની પાંખના આગળના ભાગમાં અમુક ખામી રહી ગઈ છે જે ઉત્પાદનનાં નિશ્ચિત ધારાધોરણ અનુસાર નથી અને એને બદલવાની જરૂર છે. એરલાઈન્સોએ જો એમના વિમાનોમાં ખામી જણાય તો એ બદલી કરાવી લેવા અને પછી જ સેવામાં ફરી ઉતારવા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




