વેપારીએ નિયત નમૂના મુજબનું રજીસ્ટર પણ નિભાવવુ પડશે
સુરત, તા.૨૭
રાજ્યમાં બનતા ગુન્હાઓમાં મોબાઈલ ફોનના ઉપયોગ, ગુન્હાઓને શોધી કાઢવા માટે શહેરના મદદનીશ પોલીસ કમિશનર( વિશેષ શાખા)શ્રી પી.એલ.ચૌધરીએ જુના મોબાઈલ ખરીદનાર/વેચનાર વેપારીઓ કે કોઈ વ્યકિતઓ દ્વારા થતી લે-વેચ સંબંધે એક જાહેરનામું બહાર પાડયું છે. જે પ્રમાણે સૂરત શહેર પોલીસ કમિશ્નરેટ વિસ્તારમાં જુના મોબાઈલ લે-વેચ કરનાર વેપારીએ મોબાઈલ લેતા પહેલા મોબાઈલ વેચનારનું તથા જુના મોબાઈલ વેચતી વખતે મોબાઈલ ખરીદનારનું ઓળખ અંગેનું પુરેપુરૂ નામ સરનામું નોંધવું ફરજીયાત બનાવીને નિયત કરેલા કોલમવાઈઝ મોબાઈલની વિગત, આઈએમઈઆઈ નં.ની વિગત વગેરેના રજીસ્ટરો નિભવવાના રહેશે. આ ઉપરાંત કોઈ એક વ્યકિત બીજી વ્યકિત પાસેથી સીધો મોબાઈલની લે-વેચ કરે ત્યારે મોબાઈલ વેચનાર વ્યકિત પાસેથી ખરીદનાર વ્યકિતએ મોબાઈલ વેચનાર વ્યકિતનું આઈ-ડી પ્રુફ અને પુરુ નામ સરનામું મેળવી એક નકલ પોતાની પાસે રાખી બીજી નકલ નજીકના પોલીસ સ્ટેશનમાં આપવાની રહેશે. દરેક પોલીસ સ્ટેશનમાં નિયત નમૂના મુજબના કોલમનું રજીસ્ટર નિભાવવાનું રહેશે. આ જાહેરનામું તા.૧૬/૦૬/૨૦૧૯ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



