મુંબઈ,
તા.૧૦/૫/૨૦૧૮
આજની રાજકીય સ્થતિને જાતા લાગી રહ્યું છે કે કેન્દ્રમાં શાસન પરિવર્તન માટે યોગ્ય સમય પાકી ગયો છે, તેમ એનસીપીના ચીફ શરદ પવારે જણાવ્યું હતું. જાકે, ૨૦૧૯ની ચૂંટણીમાં વિરોધપક્ષ કેટલી જગ્યા પર વિજય મેળવી શકશે, તે અંગે ટિપ્પણી કરવનો તેમણે ઈનકાર કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આવનારી ચૂંટણીમાં અમે પૂરતી બેઠકો પર વિજય મેળવી શકીશું અને સરાકર રચી શકીશું કે નહીં તે મામલે હાલમાં કંઈ જ કહેવું મુશ્કેલ છે, પરંતુ સ્થતિ સરકાર પરિવર્તન માટે સાનુકૂળ છે.
તેમણે એમ પણ જણાવ્યું હતું કે હાલમાં ભાજપ-વિરોધી માહોલ ઊભો કરવામાં કાંગ્રેસ મહત્વની ભૂમિકા ભજવી રહી છે. કાંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મહારાષ્ટમાં એનસીપી સાથે કામ કરવાની ઈચ્છા બતાવી હોવાનું પણ પવારે જણાવ્યું હતું.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"