૬ ડિસેમ્બર ૧૯૯૨ના દિવસે ભાજપા અને શિવસેનાએ સાથે મળીને અયોધ્યામાં વિવાદાસ્પદ બાબરીની ફ્રેમ પાડી દીધી હતી. શિવસેના નેતાએ હાલમાં જ ખુલાસો કર્યો કે તેમના કાર્યકર્તાઓએ ૧૭ મિનિટમાં બાબરીનો ઢાંચો તોડી નાંખ્યો હતો. પરંતુ તે જગ્યા ઉપર ૧૭ વર્ષ તો શું ૨૬ વર્ષ થવાને આવ્યા આજ દિન સુધી મંદિર નિર્માણની એક ઈંટ સુધ્ધા મૂકવામાં આવી નથી. જા કે ભાજપ અને શિસવેના એકબીજાના સહયોગી સાથે એકબીજાની વિરુદ્ધમાં છે. શિવસેનાના ઉદ્ધવ ઠાકરે પોતાના હજારો શિવસૈનિકોની સાથે અયોધ્યામાં જઈને ભાજપા અને વડાપ્રધાન મોદીની સરકારને લલકાર કર્યો કે મંદિર અહીં જ બનાવશે તારીખ બતાવો…! ૨૬ વર્ષમાં એક પણ તારીખ ભાજપા નક્કી નથી કરી શકી. સરયુ નદીમાં ન જાણે કેટલા પાણી વહી ગયા. રામલલ્લાને તંબુના મંદિરમાં બેઠાને ૨૬ વર્ષ થઈ ગયા. આંખો તરસી ગઈ છે કે હવે ભાજપા નેતાઓ ઈંટ-સિમેન્ટ સાથે આવશે અને મંદિર ત્યાં જ બનાવશે(મંદિર વહી બનાયેંગે) ના નારા પૂરા કરશે. આ વખતે ફરીથી રામ મંદિરની ધૂન ભાજપા અને સંઘ પરિવાર ઉપર સવાર થઈ છે. ગામે ગામ,શહેર શહેરમાં ધર્મ સભાઓ રામ મંદિર માટે થઈ રહી છે.
દેશના રાષ્ટ્રપતિ સંઘ પરિવારના વડાપ્રધાન સંઘના છે. યુપીમાં મુખ્યમંત્રી ભાજપના છે સમગ્ર તંત્ર તમારા હાથમાં તમારી સાથે છે. પોલીસ તમારી છે. સેના ઉપર તમારા ચાર હાથ છે. મોટા ભાગનું મિડિયા તમારી સાથે છે,તો પછી શુભ કાર્યમાં મોડુ શા માટે…? વાતાવરણ બગાડવાની શું જરૂરત છે…!!? કેટલીયે ૬ ડિસેમ્બર આવી અને ગઈ…બાબરીને યાદ કરીશું પરંતુ મંદિરને નહિ. ભાજપાજી આવો મોકો વારંવાર નથી આવતો. લોઢુ ગરમ છે મારી દો હથોડો…જય શ્રી રામ કહીને. સંસદ કાયદો બનાવે તો ન્યાયાલય પણ તેને નથી રોકી શકતી એટલા માટે તંબુમા બિરાજમાન રામલલ્લાને ત્યાંથી ઉઠાવીને ભવ્ય અને દિવ્ય મંદિરમાં બેસાડી કરોડો લોકોની આસ્થાને પૂર્ણ કરવાને માટે અદાલતમાં કેસ પતે તે પહેલા રામ મંદિર બને અને એ તારીખ નહી બતાવીએ….વાળો મામલો પણ ભાજપા ખતમ કરે. ભાજપાજી રામના નામનો રાજકીય ઉપયોગ ઘણો થઈ ગયો. હવે નહિ,હવે તો બસ મંદિર બને. ચાહે તેમાં દર્શન કરવા રાહુલ આવે કે રહિમ મંદિરના દરવાજા બધા માટે ખૂલ્લે….૦૦
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




