ખેલાડી પર અભદ્ર કમેન્ટ કર્યા બાદ પાક કપ્તાન સરફરાઝે માફી માંગી

0
9

કેપટાઉન,તા.૨૪
સાઉથ આફ્રિકામાં હાલ આફ્રિકા-પાકિસ્તાન વચ્ચે વનડે સીરિઝ ચાલી રહી છે. ડરબનમાં આ શ્રેણીની બીજી વન-ડે મેચમાં સાઉથ આફ્રિકાએ પાકિસ્તાનને ૫ વિકેટે માત આપી મેચ જીતી લીધી હતી. આ સાથે જ બન્ને ટીમ ૧-૧થી બરાબરી પર પહોંચી ગઇ છે. જા કે આ મેચ દરિયાન એક એવી ઘટના બની હતી કે જેણે દેશ અને દુનિયા ભરના લોકોનું ધ્યાન પોતાના તરફ ખેચ્યું છે. પાકિસ્તાનના વિકેટ કીપર સરફરાઝ એહમદે મેચ દરમિયાન સાઉથ આફ્રિકાના ક્રિકેટર એન્ડાઇલ પહેલુક્વાયો વિશે અભદ્ર ટિપ્પણી કરી હતી.
પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે સરફરાઝ અહમદની વંશીય કોમેન્ટની નિંદા કરી છે. પાકિસ્તાનના કેપ્ટન સરફરાઝ અહમદે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ મંગળવારે ડરબનમાં રમાયેલી બીજી વનડે મેચમાં એન્ડીલે ફેહલુક્વાયો પર વંશીય કોમેન્ટ કરી હતી. શોએબ અખ્તરે કહ્યું કે સરફરાઝનું આ વર્તન બિલકુલ પણ સ્વીકાર્ય નથી.
રાવલપિંડી એક્સપ્રેસે જણાવ્યું કે મેં જે સાંભળ્યું છે તેનો સ્વીકાર કરી શકાય તેમ નથી. આ મારા માટે ખૂબ જ દુઃખદાયક સમાચાર છે. કેપ્ટન આ કોમેન્ટ કરે છે તે વંશીય છે. હું તેની આકરી નિંદા કરું છું. આ દિગ્ગજ પૂર્વ ફાસ્ટ બોલરે કહ્યું કે હોઇ શકે છે કે તેમણે આ ક્ષણભરના ગુસ્સામાં કહી દીધું હોય. કદાચ તેમનો અર્થ તે ન હોય પરંતુ જાહેરમાં તેના માટે માફી માંગવી જાઈએ. અખ્તરે કહ્યું કે કોઇ પણ ખેલાડીએ કિયારે પણ કોઇ પણ સંદર્ભમાં કોઈના રંગ પર કોઈ કોમેન્ટ ન કરવી જોઇએ. જોકે સરફરાઝે પછી તેના ટિવટર એકાઉન્ટ પર આ ઘટના માટે માફી માંગી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY