મહિનાથી રઝળતી લાશનાં ન્યાય માટે ફાંફા

0
32

સાબરકાંઠા,તા.૨૪
ગુજરાતની ગતિ અને વિકાસની દેશ-વિદેશમાં નોંધ લેવાઈ રહી છે. પણ ગુજરાત રાજ્યના અંતરિયાળ ગણાતા કે જે વિકાસમાં પછાત છે. સાબરકાંઠામાં અત્યારે હાલ લાશને મૂકી રાખવાના પ્રશ્નો વધી રહ્યાં છે. અત્યારે હાલ સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના પોશીના પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજણી ગામની તેના મામાના ઘરે પરિવાર સાથે ૧૭ વર્ષથી રહેતા હતા.
ત્યાં તેની લાશ મળી હતી. તે પછી પોલીસ કેસ અને ત્યારબાદ પોસમોર્ટમ કરાયા બાદ ઠીક ન લાગતા અમદાવાદ પેનલમાં ફરીથી પોસમોર્ટમ કરાવ્યું અને લાશ પોષોના તાલુકાના ખેરોજ પોલીસ સ્ટેશન વિસ્તારના ટાઢીવેડી ગામે લાવીને એક મહિનાથી લીમડાના ઝાડ ઉપર બાંધીને ખાટલામા લટકતી રાખીને મૂકી રાખવામાં આવી છે. એક મહિનો ઉપર લટકતી લાશ બીમારી ફેલાય તેવી શક્યતાઓ સેવાઇ રહી છે. આ બાબતે માત્ર રોડથી ચાલીને દોઢ કિલોમીટર ટેકરી પર રહેતા પરિવાર જ્યાં લાશ મૂકી હતી ત્યાં માત્રને માત્ર સંદેશની ટીમ પહોંચી છે.
આ બાબતે પરિવારનું કહેવું છે કે હજી સુધી કોઈ પોલીસ કે તંત્ર આ જગ્યાએ નથી આવ્યું. હાલમાં આ બાબતે પરિવારે આક્ષેપો કર્યા છે કે આ યોગ્ય તપાસ નથી. આ બાબતે પરિવારે પોલીસમાં કેસ કરેલ છે. હાલમાં આ પરિવારે તો લાશ રઝળતી મૂકી કે જે આજુબાજુના પરિવારો માટે પણ દયનિય પરીÂસ્થતી ઉભી થઇ રહી છે.
આદિવાસીઓમાં ચડોતરાની પરંપરા હોય છે. જેમાં કોઇ આદિવાસીની હત્યા કે અપમૃત્યુ થાય તો તેનો ગુનેગાર ન પકડાય કે પછી ન્યાય ન મળે ત્યાં સુધી લાશને મૂકી રાખવામાં આવે છે. કેટલાક કિસ્સાઓમાં બદલો લેવામાં ન આવે ત્યાં સુધી પણ મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામાં નથી આવતા. જા કે પોલીસ દ્વારા કેટલાક જિલ્લાઓમાં કે જ્યાં આ પ્રથા વધુ જાવા મળે છે ત્યાંના યુવાનોમાં આ અંગે જાગૃતિ લાવવાની કોશીશો પણ થઇ રહી છે અને ચડોતરૂ પ્રથા નિવારણ કમિટીઓ પણ બનાવવામાં આવી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY